પોરબંદર માં નવી મગફળી ની આવક થી અર્થતંત્ર ને ટેકો
પોરબંદર મા નવા વષ્ર્ા થી નવી મગફળી ની આવક શરૂ થઈ ગઈ છે લાભ પાંચમ બાદ પોરબંદર ના માર્કેટીગ યાર્ડ મા નવી મગફળી ની આવક જોવા મળી હતી અને ભાવ ૧૧૦૦ થી ૧રપ૦ જેવો ભાવ મળતા ખેડુતો મા ખુશી જોવા મળી રહી છે. જોેક હાલ મગફળી ઉપાડવાની કામગીરી ચાલતી હોવાના કારણે ટેકા ના ભાવે મગફળી ની ખરીદી શરૂ કરવામા આવી નથી તેવુ જાણવા મળી રહયુ છે.
પોરબંદર માં જલારામ જયંતિ ની ઉજવણી ની કેવી છે તૈયારી
પોરબંદર લોહાણા મહાજન અંતર્ગત 22 જેટલી વિવિધ સેવાકીય સંસ્થાઓ આયોજિત 223 મી જલારામ જયંતિ ઉજવવા તડામાર તૈયારીઓ ચાલી રહી છે 31 ઓક્ટોબર ને સોમવારે બપોરે લોહાણા મહાજન વાડી એ થી બપોરના 3.00 વાગ્યે અદભુત શોભાયાત્રા પ્રસ્થાન થશે રામધૂન મંદિર થઈ હનુમાન ગુફા પોલીસ ચોકી થી રાણીબાગ થઈ ડ્રિમલેન્ડ ટોકીઝ થી માણેક ચોક, શ્રી નાથજી હવેલી દર્શન કરી શીતળા ચોક સુધી યાત્રા નીકળશે.
બરડા ની લીલી પરિક્રમા ના પ્રારંભ
જૂનાગઢ ના ગરવા ગિરનાર ની પરિક્રમા ની જેમ બરડા ડુંગર ની પરિક્રમા કરવામાં આવે છે કારતક સુદ ત્રીજ થી આ પરિક્રમા ની પ્રારંભ થયો હતો જાંબુવન ની ગુફા ખાતે થી શરૂ થયેલી લીલી પરિક્રમા માં મોટી સંખ્યા માં શ્રધ્ધાળુ જોડાયા હતા
બરડો ડુંગર એ તપસ્યા માટે જાણીતો છે અનેક પૌરાણિક મંદિરો આવેલા છે. ઔષધિ થી ભરપૂર બરડો ડુંગર અનેક વિશેતા ધરાવે છે.છેલ્લા 15 વર્ષ થી બરડા ડુંગર ની લીલી પરિક્રમા કરવામાં આવે છે તા 28 ઓક્ટોબર ને શુક્રવારે કારતક સુદ ત્રીજ ના દિવસે જામ્બુવન ની ગુફા ખાતે થી લિલી પરિક્રમા નો પ્રારંભ થયો હતો.
પોરબંદર ના માધવપુર મા શ્રધ્ધ્ાાળુઓ ઉમટી પડયા અહી ભાઈબીજના દીવસે સમુદ્ર સ્નાન નુ ખાસ મહત્વ રહેલુ છે. આજે ભાઈબીજના દીવસે માધવપુરમા દરીયામા યમુનામહારાણીજી બીરાજતા હોવાની માન્યતા માધવરાયજીન મંદીરે દર્શન કરવા શ્રધ્ધાળુ ની ભારી ભીડ માધવરાયજી ના દર્શન કરી અને સમુદ્ર મા સ્નાન કરી લોકો એ ધન્યતા અનુભવી
પોરબંદરમાં દિવાળીના પર્વનો ખરીદીનો ઝગમગાટ
પોરબદર માં દીપોત્સવી અને નૂતનવર્ષ નો ઉત્સાહ અને ઉમગ જોવા મળી રહ્યો છે બઝારમાં રોનક જોવા મળી રહી છે સવાર થી સાંજ સુધી ખરીદી નો માહોલ જોવા મળી રહ્યોં છે ગૃહ શુશોભન ની ખરીદી ની સાથે રંગોળી ના કલર ની ખરીદી જોવા મળી રહી છે
પોરબંદરનાં માછીમારોની દિવાળી શુકન વંતી બની રહી છે. છેલ્લા ૧૦ થી વધુ વર્ષ ની જે માંગો હતી. તે મોટા ભાગ ની માંગણીઓ નો સ્વીકાર થયો છે. તેને લય ને ખારવા સમાજ ના વાણોટ પવનભાઈ શિયાળે સરકારનો આભાર વ્યક્ત કર્યો છે.
રાણાવાવમાં દિવાળી ટાણે તસ્કરોની હોળી
રાણાવાવ શહેરના પીપળીયા રોડ ઉપર આવેલ ગોલ્ડન સોસાયટી અને તેની જ પાસે આવેલ રોનક સોસાયટીમાં ગતરાત્રિમાં છ બંધ મકાનોના તાળા તૂટ્યા હતા. જેમાં અનેક મકાનના ઘરમાં ઘૂસી કબાટો તોડી તેમાં બધું વેર વિખેર કરતા એક મકાનના કબાટમાંથી એક ગળાનો દોરો તેમજ ત્રણ વીટી મળી કુલ દોઢથી બે તોલા સોનાની ચોરી કરવામાં આવેલ છે.
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ના કાર્યકરો એ કરી આપ્યું આવેદન
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આજ રોજ કલેકટર કચેરી ખાતે જઈ આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું. અગાઉ પણ ટેટ ટાટ માટેની પરીક્ષા ના આયોજન કરવા બદલ પણ આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું. અને એ આવેદન બાદ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે.
પોરબંદરમાં કીડીના કણ માટે હાથીના મણ જેવી સેવા
પોરબંદરમાં દાયકાઓથી સેવાયજ્ઞ ચલાવનાર અને પોરબંદર માં માનવતાની મહેક પ્રસરાવનાર એટલે લાલબત્તી વાળા મામાદેવ ચેરીટેબલ ટ્રસ્ટ . પોરબંદરમાં લાલબત્તી વાળા મામાદેવ મંદીર દ્વારા કિડીયારા થી તૈયાર કરેલ ૨૫૦ શ્રીફળ કીડી માટે મૂકવામાં આવ્યો છે. આ મંદિરના સેવાભાવી યુવાનો દ્વારા સેવાકીય કાર્યોની સરિતા વહી રહી છે. ૨૫૦ શ્રીફળ માં હોલ પાડી ઘઉ, ખાંડ, ચોખા , તલનો પાઉડર મિક્ષ કરી ભર્યા બાદ જંગલમાં કીડી માટે મૂકવામાં આવ્યા હતા.
પોરબંદર NSUI દ્વારા “શિક્ષા અધિકાર સંમેલન“ નું આયોજન
પોરબંદર NSUI દ્વારા “શિક્ષા અધિકાર સંમેલન“ નું આયોજન કરવામાં આવ્યું હતું. પોરબંદર તાજવાલા હોલ ખાતે આજ રોજ NSUI દ્વારા શિક્ષા ને મોખરે રાખી અને યુવાનો અને વિધાર્થીઓ માટે આ ખાસ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું.
© 2026 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software