પોરબંદરની સરકારી હોસ્પિટલમા રામ નામનો કોણે કર્યો જયજયકાર
પોરબંદરની સરકારી ભાવસિંહજી હોસ્પિટલમાં ઇ.સી.જી. ટેકનિશ્યન, લેબ ટેકનિશ્યન સહિત ઓપરેટરો મળી ૧૮ જેટલા કોન્ટ્રાકટ બેઇઝ કર્મચારીઓને છુટા કરી દેવાયા હતા. તેઓ બારથી પંદર વર્ષથી અહીં ફરજ બજાવી રહ્યા છે. પોરબંદરમાં મેડિલક કોલેજ મંજૂર થઇ ગયા બાદ હવે હોસ્પિટલનું વહિવટી સંચાલન બદલાઇ ગયું હોવાથી રોગી કલ્યાણ સમિતિ તેને પગાર ચૂકવી શકે નહીં તેમ જણાવીને આ કર્મચારીઓને છુટા કરી દેવાયા હતા આથી તેઓની રજૂઆત મળતા રામદેવભાઇ મોઢવાડીયા તાત્કાલિક હોસ્પિટલે દોડી ગયા હતા અને રામદેભાઈ મોઢવાડીયા સહિતના આગેવાનો સીવીલ સર્જનની ઓફીસ બહાર ધરણા ઉપર બેસી ગયા હતા અને રામધુન બોલાવી હતી અને કર્મચારીઓને પરત લેવાની જયાં સુધી ખાતરી નહી મળ ત્યાં સુધી ધરણા પર બેસવાનો નિર્ણય કર્યો હતો
કુછડીના ખીમેશ્વર મહાદેવ મંદિરની ચોરીનો મુદો ગૃહમંત્રીના દ્રારે
પોરબંદરના દરિયાઇપટ્ટી પરના કુછડીગામે પાંડવકાલિન ખીમેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે જ્યાં પચીસેક દિવસ પહેલા રાત્રે ભગવાન શિવજીને ચડાવેલા ચાંદીના આભૂષણો સહિત અંદાજે દસ કિલો ચાંદીના દાગીના અને મંદિરમાં શિવજીને ધરેલ ચાંદીની વસ્તુઓની ઉઠાંતરી તસ્કરો દ્વારા કરવામાં આવી હતી. ૧૧ કિલો ચાંદીની ચોરીનો બનાવ નોંધાયાને મહિનો પૂર્ણ થવા આવ્યો હોવા છતાં પોલીસ નક્કર કાર્યવાહી કરી શકી નથી ત્યારે ગૃહમંત્રીને કોંગ્રેસ દ્વારા ફરિયાદ થઇ છે.
પોરબંદર જિલ્લામાં કમોસમી વરસાદ
સતત પડી રહેલા વરસાદથી પાકને નુકશાન
બરડા પંથકમાં મગ અને તલના પાકને નુકશાન
મગના પાકને નુકશાન થતા ખેડૂતોને આર્થિક નુકશાન
પોરબંદરના આંગણે યોજાયો પદવીદાન સમારોહ
પોરબંદરમાં પદવીદાન સમારોહ યોજાયો
ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સીટીનો દ્વિતીય પદવીદાન સમારોહ
સાંદિપની ખાતે યોજાયો સમારોહ
કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત
56 તેજસ્વી વિદ્યાર્થીઓ ને ગોલ્ડ મેડલ
પોરબંદરના યાર્ડમા કેરીના ઢગલા કેમ ?
હાલ ઉનાળાનાં સમયમાં કેસર કેરીની આવક જાેવા મળતી હોય છે. પરંતુ કમોસમી વરસાદનાં ગ્રહણને કારણે કેરીની આવક થોડી મોડી થઈ છે. શરૂઆતમાં કેરીની આવક ઓછી હોવાથી ભાવમાં પણ વધારો જાેવા મળ્યો હતો. પરંતુ પોરબંદરનાં માર્કેટીંગ યાર્ડમાં હાલ કેસર કેરીનાં ઢગલા જાેવા મળી રહ્યા છે. છેલ્લા બે-ચાર દિવસથી કેરીનાં પાંચ હજારથી પણ વધુ બોક્ષની આવક જાેવા મળી રહી છે. ગીર ઉપરાંત બરડાની કેસર કેરીની આવક જાેવા મળી રહી છે.
પોરબંદરમાથી ચોરીનો લાખોનો માલસમાન ધારાગઢ કોણ લઈ ગયુ
પોરબંદરમાથી ચોરી થયેલા ટ્રક ચોરીનો ભેદ ઉકેલાયો
લાખોના માલસમાન ભરેલા ટ્રકની ચોરી થઈ હતી
પોરબંદર પોલીસે ત્રણ શખ્સોને ઝડપી લીધા
ધારાગઢ ખાતે ચોરીનો માલસમાન લઈ ગયા હતા
પોરબંદર પાલિકાની નવી ઈ-રીક્ષા કેમ ધુળ ખાઈ છે
પોરબંદર -છાંયા નગરપાલીકા દ્વારા ડોર ટુ ડોર કચરો એકત્રિત
કરવામાં આવે છે. જેમાં શહેરની નાની ગલીઓમાં જઈ શકે તે માટે
પાલીકાએ ત્રણ નાની ઈ-રીક્ષાની ખરીદી કરી હતી. છેલ્લા ત્રણ-ચાર
માસથી આ ઈ-રીક્ષા પાલીકાનાં ભંગારનાં ડેલામાં ધુળ ખાઈ રહી
હોવાનું કહેવાય છે. લાખો રૂપીયાનાં ખર્ચે ખરીદ કરેલી આ રીક્ષા
ધુળધાણી થઈ રહી છે તેવી ચર્ચાઓ જાેવા મળી રહી છે.
પોરબંદરમાં મોબાઇલ ચોરી કોણ કરતું હતું
હનુમાનગુફા ચાર રસ્તા પાસે વાઢેર ફુટવેર નામની દુકાનમાંથી એક અજાણ્યો ઈસમ મોબાઈલની ચોરી કરી ગયો હતો. કિર્તીમંદિર પોલીસે વિશ્વાસ પ્રોજેક્ટનાં સીસીટીવી કેમેરા તથા લોકલ સીસીટીવી કેમેરાની મદદથી વાઢેર ફુટવેર નામની દુકાનમાંથી ચોરી કરનાર શખ્સ શિતલાચોક વિસ્તારમાં હોવાની બાતમીનાં આધારે કિર્તીમંદિર પોલીસ તાત્કાલીક દોડી ગઈ હતી અને મહમદ ઉર્ફે મામદો નાસીહ શાહમદાર નામનાં શખ્સને શંકાના આધારે ઝડપી લીધો હતો અને તેમની આગવી ઢબે પુછપરછ કરતા તેમણે ત્રણ જેટલા મોબાઈલની ચોરી કરી હોવાની કબુલાત આપી હતી જેમાં વાઢેર ફુટવેર ઉપરાંત એક મહિના પહેલા નજર ચુકવીને મોબાઈલની ચોરી કરી હતી
પોરબંદરનો વિકાસ કેમ રૂંધાયો
પોરબંદરવાસીઓનું સ્વપ્ન રોળાયું
છાયા રણ બ્યુટીફીકેશન નહિ થાય
સરકારે ગ્રાન્ટ માટે રોક લગાવી
કુલ 207 કરોડના કામ નહીં થાય
ફૂટપાથની કામગીરી ટલ્લે
પોરબંદર જિલ્લામા ટોપ થ્રીમા ખેડુતોના સંતાનો
પોરબંદર જિલ્લાનુ ધો. ૧ર સાયન્સનુ પરિણામ ૬ર ટકા
પોરબંદર સિગ્મા સ્કુલનુ પરીણામ ૮૦ ટકા
ટોપ થ્રીમા સિગ્મા સ્કુલના વિદ્યાર્થીઓ
ટોપમા સ્થાન મેળવનાર ખેડતોના સંતાનો
જિલ્લામામ રાજુ કેશવાલાએ પ્રથમ સ્થાન મેળ્વ્યુ
સિગ્મા સ્કુલમા ખુશીનો માહોલ
7,8 Fisrt Floor, Indraprashth Complex, S.T. Cross Road, Porbandar
+91 9624011010
porbandarkhabar@gmail.com
© 2026 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software