પોરબંદર માં યોગી આદિત્યનાથ એ સભા સંબોધી. પોરબંદર મા ભાજપના ઉમેદવાર બાબુભાઈ બોખીરીયા ના સમર્થનમા યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ની જાહેરસભાનુ આયોજન કરવામા આવ્યુ હતુ જેમાં યોગી આદિત્યનાથ એ ભાજપ ની સિધ્ધીઓ ને વર્ણવી હતી પોરબંદર મા ચુંટણી નો જંગ જામ્યો છે. ભાજપ ના ઉમેદવાર બાબુભાઈ બોખીરીયા એક જાહેરસભા નુ આયોજન કરવામા આવ્યુ હતુ જેમા યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ખાસ ઉપસ્િથત રહયા હતા અને તેમણે જાહેરસભાને સંબોધી હતી યોગી આદિત્યનાથે શરૂઆત ગુજરાતી બોલી ને કરી હતી તેમતે સુદામાજીના પરમ મિત્ર ભગવાનશ્રી કૂષ્ણ અને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી ને યાદ કર્યા હતા.
પોરબંદર ચૂંટણી પ્રચારના જંગમાં મહિલાઓ મેદાને.પોરબંદરવિધાનસભા ની બેઠક ઉપર ભાજપ અને કોગ્રેસ વચ્ચે જંગ જામ્યો છે.ચુંટણી પ્રચાર પણ જોરશોર થી થઈ રહયો છે.તેમા મહીલાઓ પણ પ્રચાર મા જોડયા છે.અને ઘરેઘરે ફરી અને પ્રચાર કરી રહયા છે.
સામાન્ય રીતે મહીલાઓ ઘર-પરીવાર ની જવાબદારી સંભાળે છે. જોકે હવે દરેક ક્ષોત્ર મા મહીલા પુરૂષ્ા સમોવડી બની છે. રાજકારણ ગ્રામ પંચાયત થી લઈ સાંસદ ની ચંુટણી મહીલાઓ લડે છે. પોરબંદર ની વાત કરીએ તો પોરબંદર વિધાનસભા બેઠક ઉપર ભાજપ માંથી બાબુભાઈ બોખીરીયા ચુંટણી લડી રહયા છે મહીલા ભાજપ ની મહીલા દવારા તેમના સમર્થન પ્રચાર કરી રહી છે. ભાજપ મહીલા મોરચા ના બહેનો એ એવુ જણાવ્યુ હતુ પરીવાર ની જવાદારી ની સાથે રાજકારણ મા જોડાયા છીએ બન્ને જવાબદારી બરોબર સંભાળીએ છીએ વધુ મા એમ પણ જણાવ્યુ હતુ પોરબંદરના વિકાસ મા ભાજપ નો સિંહ ફાળો છે.
પોરબંદરમાં ચૂંટણી પ્રચારમાં કોનું બલે .... બલે .....?????
વિધાનસભા ચૂંટણી ના પ્રચાર માં સૌ કોઈ એ જંપલાવ્યું છે આમ આદમી પાર્ટી ના પોરબંદર વિધાનસભા ના દિગજનેતા જીવનભાઈ જુંગી એ પણ ચૂંટણી પ્રચાર નો જંગ જોર શોર થી વધાવ્યો છે ............ ગુજરાત આ ગરબા વચ્ચે પંજાબીઓના બલે ....બલે....... એ ચૂંટણી જંગ ને રસપ્રદ બનાવ્યો છે .......
પોરબંદરમાં ચુંટણી પ્રચારનું આભમાં યુદ્ધ
વિધાનસભા ચૂંટણી ને હવે ગણતરી ના દિવસો જ બાકી રહ્યા છે. રસાકસી ની જન્ગ વચ્ચે કોણ મેદાન મારશે અને કોનો વાગશે શંખ...?? એ તો આવનારો સમય જ બતાવશે. પરંતુ કોંગ્રેસ ભાજપ અને આપ ના પક્ષો એ પ્રચાર પ્રસાર નો જન્ગ જોર શોર થી શરૂ કર્યો છે. કોઈ એ વિકાસ ની ગાથા ને ગીત માં તો કોઈ એ શબ્દો થી સજાવી ગલી એ ગલી લોકો ના કાન સુધી પહોંચાડી રહ્યા છે. કોંગ્રેસ, ભાજપ અને આપ દરેક પક્ષો એ જાણે પ્રચાર જંગ શરૂ કર્યો હોય તેમ એક થી અનેક પ્રચાર ના માધ્યમ થી પ્રચાર નો સિલસિલો શરૂ કર્યો છે.
પોરબંદર માં ચૂંટણી ટાણે કાળા નાણાં ની હેરાફેરી રોકવા તંત્ર સજ્જ
પોરબંદર માં વિધાનસભા ની ચૂંટણી ને લઈ તંત્ર સજ્જ
ફ્લાઈંગ સ્ક્વોડ દ્વારા સતત ચેકીંગ
મોટી રકમ ની હેરાફેરી રોકવા ફ્લાઈંગ સ્ક્વોડ કાર્યરત
વાહનો નું ચેકીંગ કરવામાં આવી રહ્યું છે
પોરબંદર માં જીવાભાઈ ભૂતિયા એટલે સેવાનો જીવ
રાજકારણ મા વર્ષો સુધી રહી અને લોકોની સેવા કરવા ની સાથે સમાજ સેવા સાથે જોડાયેલુ વ્યકિત્વ એટલે જીવાભાઈ ભુતીયા આ સેવાના માણસે કોરોના કાળ મા અનેક લોકો ને અનાજ આપી અનોખો સેવા યજ્ઞ કરી અને મદદરૂપ થયા હતા જીવાભાઈ ભુતીયા દવારા આગામી દીવસો મા જરૂરીયાતમંદ બેહેનો ને સાડી અને દીકરીઓ ને ડ્રેસ આપવાનુ આયોજનકર્યું છે. આ માટે બહેનો અને દીકરીઓ આગામી તા ર૧-૧૧-ર૦રર સુધીમા પોતાના નામ નોધાવાના રહેશે
પોરબંદર માં ચૂંટણી ના પ્રચાર નું બ્યુગલ ફૂંકાયું
પોરબંદર જીલ્લ્ાા મા ચુંટણી જંગ જામ્યો છે ત્યારે પ્રચાર નો રંગ જોવા મળી રહયો છે. પોરબંદર વિધાનસભા બેઠક મા કુલ ૧૧ ઉમેદવારો મેદાન છે. અહી કોગ્રસ અને ભાજપ વચ્ચે સીધો જંગ છે. જોકે આપ આદમી પાટર્ી પણ મેદાને છે.પાંચ જેટલા અપક્ષા ઉમેદવાર મેદાને છે. પોરબંદર વિધાનસભા બેઠક ના ભાજપ ના ઉમેદવાર બાબુભાઈ બોખીરીયા એ પ્રચાર ને વેગ આપ્યો છે. ખુદ બાબુભાઈ બોખીરીયા ડોર ટુ ડોર પ્રચાર કરી રહયા છે. અને લોકો સાથે સીધો સપર્ક કરી રહયા છે.તો સોશ્યલ મીડીયા ની સાથે શહેર મા પ્રચાર માટેે ફરતી રેકડી ના ભુગળ્ાા પણ સંભાળ્યા રહયા છે. ભાજપના આગેવાનો અને કાર્યકરો પણ પ્રચારકાર્ય મા જોડાયા છે.
પોરબંદર માં શિકારી કોણ ?
પોરબંદર મા છેલ્લા કેટલાક દીવસ થી સિંહે પડાવ નાખ્યો છે. અને પશુઓ ના મારણ પણ કરી રહયા છે. સિંહ દવારા પશુઓના મારણ થઈ રહયા છે છતા વનવિભાગ દીપડા એ મારણ કર્યા નુ રટણ કરી રહયા છે. ત્યારે શિકારી કોણ તેવા સવાલો થઈ રહયા છે. તો બીજી તરફ સિંહના પુન: વસાવટ ને લઈ ને માંગણી પ્રબળ બની છે.
પંજાબ ના વાહન વ્યવહાર મંત્રી લાલસિંહ સાથે ખાસ વાતચીત
પંજાબ ના મંત્રી લાલજીસિંહ સાથે ખાસ વાતચીત
ગુજરાત માં અનેક મુશ્કેલી
27 વર્ષ થી ભાજપ નું શાસન છે હવે પરિવર્તન જરૂરી
યુવાનો અને બાળકોના ભવિષ્ય માટે આપ ની સરકાર જરૂરી
ગુજરાત માં આપ બહુમત મેળવશે: લાલસિંહ
પોરબંદર ની જનતા ની અનેક સમસ્યા
સુભાષનગર થી જનતા નો મિજાજ
પોરબંદર ખબર નો ખાસ કાર્યક્રમ શુ છે જનતા નો મુડ
સુભાષનગર ની જનતા નો મિજાજ
પ્રાથમિક સુવિધાઓ નો અભાવ
માછીમારો ના પ્રશ્નો નો ઉકેલ ક્યારે
કેટલાક વિકાસ ના કામો પણ થયા નું સ્થાનિકો કહેવું
રોજગારી આપવા માંગ
© 2025 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software