પોરબંદર માં મતદાન ને લઈ કેવો છે ઉત્સાહ જુઓ...
પોરબંદર ના લોકશાહી ના પર્વ ની ઉત્સાહ
સવાર થી મતદાન કરવા લોકો માં ઉત્સાહ
મતદાન શરૂ થાય તે પહેલાં મતદારો ની લાઈન
મતદાન કરી લોકો એ ખુશી ની લાગણી અનુભવી
પોરબંદર ભાજપ ના ઉમેદવાર બોખીરીયા એ મતદાન બાદ શુ કહ્યું.... ????
ગુજરાત વિધાનસભાની ચૂંટણી નુ પ્રથમ તબક્કાનું મતદાન આજે યોજાયું હતું . આજ સવાર થી જ મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો પોરબંદર વિધાન સભા બેઠકના ભાજપ ના ઉમેદવાર બાબુભાઇ બોખીરીયા એ ભોજેશ્વર પ્લોટમાં આવેલા રૂપાળીબા શાળા ખાતેના મતદાન કેન્દ્રો ઉપર પોતાના પરિવાર સાથે મતદાન કર્યુ હતું. આ તકે બાબુભાઇ બોખીરીયા એ એવું જણાવ્યું હતું કે ભાજપ સરકારે ગુજરાત માં વિકાસ ના કામો કર્યાં છે અને ગુજરાત ની પ્રજા પણ વિકાસ ઈચ્છી રહી છે ત્યારે ૧૫૦ સીટ સાથે ભાજપ ફરી સરકાર બનાવશે.
પોરબંદર વિધાન સભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર અર્જુનભાઈ મોઢવાડિયાએ પોતાના વતન મોઢવાડા ખાતે મતદાન કર્યુ હતુ... મતદાન પૂર્વે અર્જુનભાઇ મોઢવાડિયા તથા તેમનાં પત્ની હીરાબેને મોઢવાડા ખાતે આવેલા લીરબાઈ માતાજીના મંદિર ખાતે માં લીરબાઈ ના દર્શન કરી આશીર્વાદ મેળવ્યાં હતા ત્યારબાદ મોઢવાડા કન્યા શાળા ખાતે આવેલા મતદાન કેન્દ્ર ખાતે અર્જુનભાઇ મોઢવાડીયાએ તેમના પત્ની હીરાબેન સાથે મતદાન કર્યુ હતુ....
પોરબંદર જિલ્લામાં લોકશાહી ના પર્વ ની ઉજવણી નો ઉત્સાહ
પોરબંદર માં લોકશાહી ના પર્વ નો ઉત્સાહ
પોરબંદર અને કુતિયાણા વિધાનસભા નું તા 1 ડિસેમ્બરે મતદાન
ચૂંટણી ને લઈ કર્મચારીઓ ફરજ પર રવાના
માધવાણી અને નવોદય ખાતે ડિસપેચ ની કામગીરી
કેલકટર અશોક શર્મા એ આપી માહિતી
ઘેડ પંથકના ચણા, ખેડૂતોના મલકાવશે હૈયા.....
પોરબંદર જિલ્લામાં ઘેડ વિસ્તાર કે જે ચણા ના પાક માટે સમગ્ર પંથકમાં જાણીતો છે. ઘેડ વિસ્તારમાં વર્ષ દરમ્યાન એક જ પાક લેવામાં આવે છે અને ચણા ના વાવેતરમાં ઘેડ પંથક અગ્રેસર રહ્યું છે.
પોરબંદરમાં પ્રચારના ભૂંગળા અને લગ્નના ઢોલ વચ્ચે તેજી ની શરણાઈ ગુંજી
હાલ વિધાનસભા ની ચૂંટણી નો જંગ જામ્યો છે તો બીજી તરફ લગ્નસરા ની સીઝન ખીલી છે એટલે કહી શકાય કે ચૂંટણી પ્રચારના ભૂંગરા , લગનના ઢોલ વચ્ચે ક્યાંક તેજી ની શરણાઈ પણ વાગી રહી હોય તેવી ચર્ચા પોરબંદરમાં જોવા મળી રહી છે ઉધોગો ના અભાવે મંદી ની નાવ અવારનવાર હાલકડોલક થાય છે જોકે ચૂંટણી અને લગ્નસરા ની સીઝન ને કારણે પોરબંદર ના અર્થતંત્ર ને થોડું બળ મળ્યું હોય તેવું લાગી રહ્યું છે.
પોરબંદર માં ચૂંટણી સમયે લોહિયાળ ઘટના
આઈ આર બી ના જવાનો વચ્ચે ઝઘડો
ફાયરિંગ ની ઘટના માં બે જવાનો ના મોત
બે જવાનો ઇજાગ્રસ્ત
નવીબદર ના સાયકોલન સેન્ટર ખાતે બની ઘટના
જિલ્લા કલેકટર અશોક શર્મા હોસ્પિટલ ખાતે દોડી આવ્યા
કુતિયાણા બેઠક ઉપર પિતા માટે લાડકવાઈ દીકરી પ્રચાર ના જંગ માં
વિધાનસભા ની ચૂંટણી નો જંગ જામ્યો છે.ઉમેદવારો જોરશોર થી પ્રચાર કરી રહ્યાં છે.રાજકીય પક્ષો ના ઉમેદવારોના પરિવારજનો પણ પ્રચાર માં જોડાયા છે વાત કરીએ પોરબદર ના કુતિયાણા વિધાનસભા ની તો કોંગ્રેસ ના ઉમેદવાર નાથાભાઇ ઓડેદરા ના પ્રચાર માટે કેનેડા થી તેમની દીકરી ખાસ પ્રચાર માટે આવી છે અને પિતા ની સાથે ખેભે થી ખભો મિલાવી પ્રચાર કાર્ય માં જોડાઈ છે.
પોરબંદર જિલ્લા માં સુરક્ષા અને સુવિદ્યા સાથે લોકશાહી નું પર્વ ઉજવાશે. વિધાનસભા ની ચુંટણી નુ પ્રથમ તબકકા નુ મતદાન તા ૧ ડીસેમ્બર ના રોજ યોજાનાર છેે જેમા પોરબંદર જીલ્લા ની પોરબંદર અને કુતિયાણા એમ બે વિધાનસભા ની બેઠક ની ચુંટણી ને લઈ તંત્ર દવારા તૈયારીઓ પૂર્ણ કરી લેવામા આવી છે. મતદાન ની પ્રકિ્રયા ને લઈ પોરબંદર જીલ્લા કલેકટર અશોક શમર્ા એ એક પત્રકાર પરીષ્ાદ નુ આયોજન કયર્ુ હતુ જેમા વિગતો આપતા કલેકટર અશોક શર્મા એ જણાવ્યુ હતુ ક ે પોરબંદર જીલ્લાની પોરબંદર અને કુતિયાણા એમ બે વિધાનસભા બેઠક ઉપર ૪.૯ર લાખ મતદારો છે. અને ૪૯૪ મતદાન મથકો છે.
પોરબંદર જિલ્લામાં ચોરી અને લૂટની ઘટનાઓ સામાન્ય બની ગઈ છે ત્યારે વધુ એક વખત પોરબંદર પોલીસનું ચિરહરણ થયું હોય તેવી ઘટના સામે આવી છે. રાણાવાવ તાલુકાનાં વરવાળા ગામે હનુમાન વાડી વિસ્તારમાં આવેલા નિહાર ફાર્મ હાઉસમાં ૮ થી ૧૦ જેટલા બુકાનધારી શખ્સો ત્રાટકયા હતા. વિપ્ર પરીવાર ઉપર હુમલો કરી રોકડ રકમ, સોનાના ઘરેણા અને મોબાઈલની સનસની ખેજ લૂટ ચલાવતા સમગ્ર પંથકમાં ભારે ચર્ચા જાેવા મળી રહી છે
© 2025 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software