પોરબંદર માં નિયમિત બને છે બે હજાર કિલો ચીક્કી
શિયાળાના સમયમાં લોકોવિવિધ પ્રકારની ચીક્કી આરોગે છે. હાલ શિયાળાનો પ્રારંભ થઈ ગયો છે ત્યારે બજારમાં સીંગ, દાળિયા, ખમણ અને તલની ચીક્કીનું આગમન થઈ ગયું છે. દુકાન અને રેકડીમાં ચીક્કીનું વેંચાણ થઈ રહ્યું છે. આમ તો રાજકોટની ચીક્કી પ્રખ્યાત છે પરંતુ પોરબંદરમાં પણ ચીક્કીનું ઉત્પાદન જાેવા મળી રહ્યું છે. પોરબંદરમાં અલગ અલગ ૮થી ૧૦ સ્થળોએ ગરમાં ગરમ ગોળમાંથી સ્વાદિષ્ટ ચીક્કી બનાવવામાં આવે છે. પોરબંદરના ઉદ્યોગનગરમાં આવેલા શિવ ચીક્કી કારખાનામાં નિયમીત ૧૦૦ કિલો ચીક્કી બનાવવામાં આવે છે.
રાણાવાવ પંથક માં પરપ્રાંતીય ટોળકી નો ત્રાસ
રાણાવાવ પંથકમાં પરપ્રાંતીય ટોળકી નો આંતક
ભોદ,વરવાળા અને અણીયારી માં ત્રાસ
ટોળકી ના ત્રાસથી ગ્રામજનો માં ભય
પોલીસ દ્વારા ટોળકીને ઝડપી લેવા કવાયત
પોરબંદર શહેર મા અનેક ઐતિહાસીક બિલ્ડીગ અને રમણીય દરીયા કિનારો આવેલો છે તેમનો યોગ્ય પ્રચાર અને જતન કરવામા આવે તો બોલીવુડ, ટેલીવુડ અને વેબ સીરીઝ નુ શુટીગ થઈ શકે અને પોરબંદર ના અર્થ તંત્ર ને મોટો ફાયદો થઈ શકે તેમ છે.
પોરબંદર ના આગણે સિંહ નું આગમન
સિંહના આગમન ને પગલે ખુશી
સિંહ ના આગમન અંગે તજજ્ઞો એ આપ્યા પ્રતિભાવ
વનરાજ ને દરિયા કિનારો અનુકૂળ
સિંહ કાયમી વસવાટ કરે તો અનેક ફાયદા
પોરબંદર નો જયદેવ ટીમ ઇન્ડીયામાં. પોરબંદર ના હોનહાર અને ક્રિકેટ શેત્રે પોરબંદર અને સમગ્ર સૌરાષ્ટ્ર નું નામ રોશન કરનાર એવા જયદેવ ઉનડકટ ઇન્ડિયા ની ટિમ માં ચમકશે. સૌરાષ્ટ્ર ના કેપટન જયદેવ ઉનડકટની 12 વર્ષ બાદ ટિમ ઇન્ડિયામાં પસંદગી થઈ છે. બાંગ્લાદેશ સામે 14 ડિસેમ્બરથી શરૂ થઈ રહેલી બે ટેસ્ટ મેચની શ્રેણી રમવા માટે ઉનડકટ હવે મેદાને દેખાશે. ભારતના લાખો ક્રિકેટરો વચ્ચે રાષ્ટ્રીય ટીમમાં પસંદગી પામવી એ ખુબ ગર્વ ની વાત કહી શકાય. પોરબંદર શહેર ના દિલીપ ક્રિકેટ સ્કૂલ ખાતે જયદેવ ઉનડકટ એ ટ્રેનિંગ લીધી હતી અને ત્યારબાદ તેમનો અથાગ પરિશ્રમ અને વર્ષો ની ધીરજ તેમને ફળી છે.
પોરબંદર માછીમારો ની આર્થિક નાવ કેમ ડૂબવા ના આરે. ૧૬૦૦ કિ.મી. લાંબો દરિયાકિનારો ધરાવતા ગુજરાતમાં મત્સ્યોદ્યોગ અનેક લોકોને રોજગારી પૂરી પાડે છે. સાથે સાથે સરકારને કરોડો રૂપિયાનું હુંંડિયામણ પણ રડી આપે છે. તેમ છતાં માછીમારોને સુવિધા આપવાનું તો દુર તેમના પ્રશ્નોના નિરાકરણ માટે પણ સરકાર ઉદાસીનતા સેવી રહી છે. છેલ્લા કેટલાક સમયથી ડિઝલના ભાવમાં થયેલા ભાવ વધારાના કારણે મત્સ્યોદ્યોગની કમર ભાંગી ગઈ છે. તો કુદરતી આફતો એ બેહાલ કર્યા છે. આવી સ્થિતીમાં માછીમારોની આર્થિક નાવ હવે ડૂબવાના આરે છે. તેવું કહેવાય છે હાલ માછલીના પૂરતા ભાવ નહીં મળતા હોવાના કારણે ભર શિયાળે માછીમારી બંધ કરવી પડે તેવી સ્થિતી ઉભી થઈ છે.
કાંધલભાઈ ના પ્રયાસો થી ઘેડ ના ખેતરો છલકાશે. પોરબંદર જીલ્લા ના ધેડ પંથક ના ખેડુતો ને ધારાસભ્ય કાંધલભાઈ જાડેજા એ જીત ની ભેટ આપી હોય તેમ ભાદર-ર ડેમ માંથી ૧પ૦ એમસીએફટી પાણી પોતાના ખર્ચે છોડવાતા ધેડ પંથક ના ખેડુતોના ખેતરો ની સાથે તેમના હૈયા પણ છલકાઈ ઉઠયા છે અને જગતના તાતે ધારાસભ્ય કાંધલભાઈ જાડેજાનો આભાર વ્યકત કર્યો હતો.
પોરબંદર માં મોઢવાડીયા ની જીત પગલે સમર્થકો ગેલ માં
પોરબંદર વિધાનસભા બેઠક નુ પરીણામ આજે જાહેર થયુ હતુ આ બેઠક ઉપર અર્જુનભાઈ મોઢવાડીયા એ ૮૩૯૪ મતો થી જીત મેળવતા તેમના કાર્યકરો મા ભારે ખુશી જાેવા મળી હતી અને ભવ્ય વિજય સરધસ નિકળ્યુ હતુ અને કાર્યકરો જુમી ઉઠયા હતા પોરબંદર બેઠક ઉપર આત્યાર સુધી કોઈ એ હેટ્રીક મારી નથી તે અભિષાપ ચિરતાર્થ થયો તેવી ચર્ચા પણ શહેર મા થઈ રહી છે.
કુતિયાણા કાંધલભાઈ પર ભરોસો અકબંધ
આ વખતની વિધાનસભાની ચૂંટણીમાં સૌથી ચર્ચામાં રહેલી હોય તો તે ગોંડલ અને કુતિયાણ વિધાનસભા હતી. કારણ કે આ બેઠક ઉપર તાકાતવર નેતાઓ ચૂંટણી લડતા હતા. કુતિયાણાની આ હાઈપ્રોફાઈલ બેઠક ઉપર ચોપાખિયો જંગ હતો. જેમાં કોૅગ્રેસ, ભાજપ અને આપ જેવા મોટા રાજકીય પક્ષોને પાછળ મુકી અને સમાજવાદી પક્ષમાંથી ચૂંટણી લડતા કાંધલભાઈ જાડેજાનો ભવ્ય વિજય થયો છે. આ સપાની સાયકલ કુતિયાણા વિધાનસભા બેઠક પર સોનાની બની ગઈ છે.
પોરબંદરમાં સગીરપુત્ર નું અપહરણ કાર્ય બાદ માતાને ઢોરમાર માર્યો
પોરબંદરના નવા કુંભારવાડા વિસ્તાર મા રહેતી એક મહીલા પાસે થી મોટી રકમ પડાવાના આશય થી એક મહીલા સહીત ત્રણ શખ્સો એ મહીલાના પુત્ર નુ અપહરણ કરી અને માર મારી અને ત્રણ હજારની રોકડ રકમ અને એન મોબાઈલ પડાવી લઈલ અને જાનથી મારી નાંખવાની ધમકી આપ્યા ની ફરીયાદ પોલીસ દફતરે નોંધાઈ છે
© 2025 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software