પોરબંદર અને કુતિયાણા બેઠક ઉપર કોની જીત? એકજ ચર્ચા
પોરબંદર માં હાર-જીત ને લઈ ને ચર્ચા
પોરબંદર અને કુતિયાણા વિધાનસભા બેઠક કોની જીત?
ગામ ના ચોરા થી લઈ શહેર ની ગલીઓ માં ચર્ચા
ઓછુ મતદાન કૉને ફળશે
મતદારો કોને જીત નો તાજ પહેરાવશે
૧૯૯૫ થી ટાટા કંપનીનાં ભૂત પૂવૅ હેડ સ્વ.પ્રભાકરનાં સ્મણાથેઁ યોજવામા મા આવે છે. હાફ મેરેથોન દોડ.
મીઠાપુર ટાટા કેમિકલ્સ દ્રારા ૨૨ મી ઓપન સૌરાષ્ટ્ર હાફ મેરેથોન દોડ નુ આયોજન કરવામા આવ્યુ હતુ આ સ્પધૉમાં સમાજનાં વિવિધ વગૅનાં ૭૦૦ સ્પધૅકોએ લાભ લીધો હતો.પુરૂષો માટે ૨૧.૩ કિ.મી. અને મહિલાઓ માટે ૭ કિ.મી. અંતર સુધી દોડવાનો લક્ષ્ય રાખવામા આવેલ. સ્વાસ્થ્ય સુખાકારી ને પ્રોત્સાહન મલી રહે તે માટે આ દોડનુ આયોજન કરવામા આવ્યુ હતુ.
૧૯૯૫ થી ટાટા કંપનીનાં ભૂત પૂવૅ હેડ સ્વ.પ્રભાકરનાં સ્મણાથેઁ યોજવામા આવે છેકંપનીનાં મેન્યુફેકચરીંગ વા.પ્રેસીડેન્ટ એન.કામથે લોકોની સ્વાસ્થ્ય સુકાકારીની આ પહેલની સફળતા અને લોકોનાં સહકારને બીરદાવી હતી.સ્પધૉમાં ભાગલેનાર પ્રથમ ૩ સ્પધૅકો ઉપરાંત સ્પધૉ પૂણૅ કરનાર તમામને પ્રોત્સાહીત કરવા ઈનામો આપવામા આવેલ.
પોરબંદરમાં રવિવારે લિબર્ટી રોડ ઉપર પાનેરી સાડીની સામેના ભાગે આવેલા એક વીજ ટ્રાન્સફોર્મરમાં સાંજના સમયે એકાએક આગ લાગી હતી.
જેના કારણે ટ્્રન્સફોર્મરની નજીક આવેલ દુકાનનું છાપરુ પણ આગની લપેટમાં આવી ગયું હતું. જાગૃત નાગરિકોએ આ અંગેની જાણ પી.જી.વી.સી.એલ. અને ફાયર બ્રિગેડને કરતા તે તાત્કાલીક દોડી આવ્યા હતા. પી.જી.વી.સી.એલ. દ્વારા વીજ પુરવઠો બંધ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ફાયર બ્રિગેડ દ્વારા પાણીનો મારો ચલાવીને આગ કાબુમાં કરવામાં આવી હતી.
જેના કારણે મોટુ નુકશાન થતું અટક્યું હતું. રવિવાર હોવાથી મોટાભાગની દુકાનો બંધ હતી અને લોકોની અવર જવર પણ ખૂબ ઓછી હતી. જેના કારણે કોઈ જાનહાની પણ થઈ ન હતી.
વીજ ટ્્રાન્સફોર્મરમાં આગ ક્યાં કારણે લાગી તે અંગે પી.જી.વી.સી.એલ. દ્વારા કોઈ સ્પષ્ટતા કરવામાં આવી ન હતી.
રાણાવાવ પોલીસે સ્થળ ઉપરથી ૧૦૧ર૦ની રોકડ રકમ કબ્જે કરી
રાણાવાવના આદિત્યાણા બાયપાસ રોડ ઉપર રસુલપરા વિસ્તારમાં ચાલતા જુગાર ઉપર રાણાવાવ પોલીસે દરોડો પાડ્યો હતો. આ દરમિયાન લખુ દુદા ઓડેદરા, હાસમ ઉર્ફે ગીની હાજીભાઈ તૈયબ, રમેશ દેવા વાણંદ અને કરશન ઉર્ફે ભગો દુદા ગોસિયા સહિતના ૪ શખ્સોને ઝડપી લીધા હતા અને પોલીસે સ્થળ ઉપરથી ૧૦૧ર૦ની રકમ કબ્જે કરી હતી. આ કામગીરી રાણાવાવ પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ. એ. એસ. અગ્રાવત અને પોલીસ કોન્સ્ટેબલ અરવિંદભાઈ, અતુલભાઈ, કૌશીકભાઈ એ કરી હતી.
Read Moreફિશરીઝ વિભાગ અને રિલાયન્સ ફાઉન્ડેશન સર્વિસના સંયુક્ત ઉપક્રમે માછીમારોને મત્સ્ય કેચ્ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું
ગુજરાતનો દરિયા કિનારો ૧૬૦૦ કિ.મી. લાંબો છે. જેના કારણે મત્સ્યોદ્યોગ અનેક લોકોને રોજગારી આપે છે અને કરોડો રૂપિયાનું હુંંડિયામણ પણ સરકારને રડી આપે છે. છેલ્લા કેટલાક સમયથી ડિઝલના વધતા જતા ભાવ અને કુદરતી આફતોના કારણે મત્સ્યોદ્યોગની આર્થિક કેળ ભાંગી ગઈ છે. માછલીનો ઓછો કેચ અને પૂરતા ભાવ નહીં મળવાને કારણે માછીમારોની આર્થિક સ્થિતી દયનીય બની છે. ત્યારે હાલની માછીમારોની પરિસ્થિતીને ધ્યાને રાખીને નવા પરિવર્તન માટે સાગર ખેડૂને પણ દરિયામાં પોટેન્શીયલ ફિશીંગ ઝોનના આધારે સારી મચ્છીની કેચ જીપીએસ દ્વારા મળે અને દરિયામાં માછીમારી કરતા સાગર ખેડૂને હવામાન અંગે ડાયરેક્ટ માહિતી મળી રહે તે માટે રિલાયન્સ ફાઉન્ડેશન ઈન્ફોર્મેશન સર્વિસીઝ વેરાવળના થેમેટીક એક્સપર્ટ અમીતભાઈ મસાણી અને પોરબંદર આસિ. સુપ્રિટેન્ડેન્ટ ઓફ ફિશરીઝના ડો. પરવેઝ દ્વારા સાગર ખેડૂને જાણકારી આપતા કહ્યું હતું કે આવતા દિવસોમાં ટ્રોલીંગ ફિશીંગને બદલે હુંક (વાંધા) ફિશરીંગ, કેચ ફિશીંગ અને જળ જેવી ફિશીંગમાં માછીમારો આગળ વધે તો સારી ક્વોલીટીની ફિશ ઓછા ખર્ચે મેળવી શકાશે. સમયની સાથે માછીમારીની પદ્ધતીમાં પણ ફેરફાર કરવો જાેઈએ તેવુ તજજ્ઞોએ જણાવ્યું હતું. આ કાર્યક્રમમાં પોરબંદર માછીમાર બોટ એસોસિએશનના પ્રમુખ મુકેશભાઈ પાંજરી, કમીટીના સભ્યો, પૂર્વ પ્રમુખ નરશીભાઈ જુંગી, પૂર્વ વાણોટ સુનીલભાઈ ગોહેલ, સપ્લાયર એસોસિએશનના પ્રમુખ હર્ષિતભાઈ શિયાળ સહિતના માછીમાર આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં.
Read Moreરવિવારે ચિંગરિયા ગામે ખેડૂતની વાડીમાં લટાર મારતા સિંહનો વીડિયો થયો વાયરલ : પોરબંદરના રતનપર, ઓડદર, પાતા અને ચીંગરિયા ગામને વનરાજે પોતાનું રહેઠાંણ બનાવ્યું
ઘેડઘુર જંગલમાં રહેતો વનનો રાજા સિંહ પણ સહેલગાએ નિકળ્યો હોય તેમ પોરબંદર જિલ્લાના દરિયા કિનારે સિંહ સહેલગાએ આવી પહોંચ્યો છે. ઘેડ પંથકનું રખોપું સાવજ કરી રહ્યો છે. રવિવારે વહેલી સવારે ચીંગરિયા ગામના એક ખેતરમાં સિંહ લટાર મારતો હોય તેવો વીડિયો વાયરલ થયો હતો. સિંહના આગમનના પગલે ઘેડના ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જાેવા મળી રહ્યો છે.
માંગરોળ અને આત્રોલી વિસ્તારને પોતાનું રહેઠાંણ બનાવનાર ગીરનો સાવજ હવે પોરબંદરનો મહેમાન બન્યો છે. છેલ્લા એક-દોઢ માસથી ઘેડ પંથકમાં સિંહની ડણખ સાંભળવા મળી રહી છે. માધવપુર, પાતા, ચીંગરિયા સહિત ગામોમાં સિંહ અવાર નવાર નજરે પડે છે અને છેક પોરબંદરના સીમાડા સુધી સિંહ દેખાયો છે. છેલ્લા કેટલાક દિવસોથી ઓડદર અને રતનપર વિસ્તારમાં દેખાતો સિંહ રવિવારે પાતા ગામે એક ખેડૂતની વાડીનો મહેમાન બન્યો હતો. જે રીતે ગીરના જંગલમાં લટાર મારતો હોય તેમ ખેડૂતની વાડીમાં લટાર મારી હતી. દરિયાકાંઠે આવેલી આ ખેડૂતની વાડીમાં સિંહને નજરે જાેઈ અને સ્થાનીકો રોમાંચીત બની ઉઠયા હતા અને આ વીડિયો ખૂબજ વાયરલ થયો હતો. ઘેડ પંથકમાં સિંહે મુકામ કરતા ઘેડ વિકાસ સમિતિના આગેવાન લીલાભાઈ પરમારે વન વિભાગ સમક્ષ અગાઉ એવી પણ રજૂઆત કરી હતી કે સિંહનો પોરબંદર અને ઘેડ વિસ્તારમાં કાયમી વસવાટ થાય તે દિશામાં પ્રયત્ન કરવા જાેઈએ. કારણ કે સિંહના વસવાટથી પ્રવાસન વિભાગને વેગ મળવા ઉપરાંત અન્ય પણ કેટલાક ફાયદા છે.
દરિયાકાંઠા વિસ્તારનો આ સિંહ છે
સિંહ પ્રેમીઓના જણાવ્યા અનુસાર ગીરના જંગલમાં સિંહની સંખ્યામાં ઉત્તરોતર વધારો થયો છે. જેના કારણે કેટલાક સિંહ પોતાના પરિવાર સાથે અમરેલી અને ગીર સોમનાથના દરિયાકાંઠાને પસંદ કરી અને ત્યાં જ વસવાટ કર્યો છે. દરિયાકાંઠે વસતા જ એક પરિવારનો આ સિંહ છે માંગરોળ આત્રોલીથી છેક પોરબંદર સુધીનો દરિયા કિનારો પસંદ છે અને આ વિસ્તારની જમીન પણ તેમન પસંદ હોવાનું કહેવાય છે.
Read Moreનેવીવીકની ઉજવણી અંતર્ગત પોરબંદરની ચોપાટી ખાતે નેવીબેન્ડનો કાર્યક્રમ યોજાયો ઃ દેશભકિત અને ફિલ્મો ગીતોએ લોકોને ડોલાવ્યા
પોરબંદર મા નેવી દ્રારા નેવી વીક ની ઉજવાતી અર્તગત ચોપાટી ખાતે નેવી બેન્ડ ના કાર્યક્રમ નુ આયોજન કરવામા આવ્યુ હતુ જેમા સમુદ્રના જાબાજાે સંગીતના સુર રેલાવી અને લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા
૧૯૭૧ ના પાકિસ્તાન સાથે યુધ્ધમા ભારતીય નેવીએ કરાચી બંદર ઉપર બમ્બ મારો કરી અને તહેશનેહેશ કરી નાંખ્યુ હતુ આ વિજય ને ભારતીય નેવી દ્રારા ૪ ડીેમ્બરે નેવી ડે તરીકે ઉજવામા આવે છે. પોરબંદર મા આવેલા આઈએનએસ સરદાર પટેલ નેવલ બેઝ દ્રારા પણ નેવી ડે અર્તગત નવી વિકની ઉજવણી કરવામા આવી હતી આ ઉજવણી ના ભાગરુપે પોરબંદર નેવી દ્રારા ચોપાટી ખાતે નેવી બેન્ડ ના કાર્યક્રમ નુ આયોજન કરવામા આવ્યુ હતુ જેમા નેવી બેન્ડ ના જવાનો દ્રારા દેશભકિત અને ફીલ્મી ગીતો રજુ કરી અને લોકો ને મંંત્રમુગ્ધ કર્યા હતા આ કાર્યક્રમ ને નિહાળવા શહેરીજનો અને નેવી તેમજ કોસ્ટગાર્ડના જવાનો અને તેમના પરીવારજનો ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને મનભરી ને માણ્યો હતો આ પ્રસંગે નવી ના ફલેગ ઓફીસર કમાન્ડીગ નેવલ એરીયા ગુજરાત,દમણ-દીવ જણાવ્યુ હતુ કે નેવી વિકની ઉજવણી અર્તગત નેવી બેન્ડ નો કાર્યક્રમ યોજવામા આવ્યો હતો પોરબંદરમા નેવી વિકની ઉજાવણી અર્ત્ંંગત વિવિધ કાર્યકર્મો યોજવામા આવ્યા હત આજે જાહેર જનતા માટે નેવી બેન્ડ નો કાર્યક્રમ યોજવામા આવ્યો હતો જેમા નેવી અલગ-અલગ ધુન અને ફીલ્મી ગીત અને દેશભકિત ના ગીતો રજુ કર્યા હતા
સમુદ્ર કિનારે ભવ્ય આતશબાજી
પોરબંદરમાં નેવી દ્રારા નેવી-ડેની ઉજવણી અંતર્ગત શનીવારે નેવી બેન્ડના કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. નેવીના જવાનો દ્રારા સંગીતના સુર રેલાવામાં આવ્યા હતા આ કાર્યક્રમ દરમિયાન ચોપાટીના દરીયાકિનારે ભવ્ય આતશબાજીથી આભ રંગબેરંગી બની ગયુ હતું અને આ નેવીના જવાનોના શોર્યને ઉજાગર કરતું હોય તેવી અનુભુતી જાેવા મળી હતી.
Read Moreપોરબંદર મતદાન બાદ ઉમેદવારો ની શુ છે પ્રતિક્રિયા
પોરબંદર વિધાનસભા બેઠક ઉપર કુલ 11 જેટલા ઉમેદવારો મેદાને હતા આ તમામ ઉમેદવારો નું ભાવિ મતદારો એ ઈવીએમ માં કેદ કરી દીધું હતું . પોરબંદર જિલ્લાના મતદારો માં પણ આજે ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો . પોરબંદર ની બેઠક ઉપર થી ભાજપ ના ઉમેદવાર બ્બુભાઈ બોખીરીયા અને કોંગ્રેસ ના ઉમેદવાર અર્જુનભાઈ મોઢવાડીયા વચ્ચે સીધો જંગ હતો જોકે આ જીત ની લડાઈ માં આપ ના ઉમેદવાર જીવનભાઈ જુંગી કેટલા અસરદાર પુરવાર થાય છે તે કેવું મુશ્કેલ છે આજ શાંતિ પૂર્ણ રીતે મતદાન ની પ્રક્રિયા પૂર્ણ થઈ હતી.
પોરબંદર માં ક્યાં મતદાન કેન્દ્ર ઉપર 5 વાગ્યા પછી થયું મતદાન
પોરબંદર માં મતદારો માં ઉત્સાહ
પોરબંદર ના કેટલાક મતદાન મથક ઉપર ભીડ
મદ્રેસા અને બ્રાન્ચ શાળામાં મતદારો ની ભીડ
બ્રાન્ચ શાળા ખાતે 5 વાગ્યા બાદ પણ મતદાન
પોરબંદર માં મતદાન ને લઈ કેવો છે ઉત્સાહ જુઓ...
પોરબંદર ના લોકશાહી ના પર્વ ની ઉત્સાહ
સવાર થી મતદાન કરવા લોકો માં ઉત્સાહ
મતદાન શરૂ થાય તે પહેલાં મતદારો ની લાઈન
મતદાન કરી લોકો એ ખુશી ની લાગણી અનુભવી
7,8 Fisrt Floor, Indraprashth Complex, S.T. Cross Road, Porbandar
+91 9624011010
porbandarkhabar@gmail.com
© 2024 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software