પોરબંદરમા થર્ટી ફસ્ટની અનોખી ઉજવણી
પોરબંદરમા રોકડીયા હનુમાનજી નાં આશીર્વાદ થી શ્રી વલ્લભપ્રભુ સત્સંગ મંડળ - પોરબંદર અને સ્વસ્તિક ગ્રુપ - પોરબંદર નાં સંયુકત ઉપક્રમે " થર્ટી ફર્સ્ટ " ની ઉજવણી દિવ્ય રીતે કરવામાં આવી..પોરબંદર નાં સુપ્રસિધ્ધ રોકડીયા હનુમાન મંદિરે તા.૩૧/૧૨/૨૦૨૨ ને શનિવારે..૫૧ બાળકો દ્વારા શ્રી વલ્લભપ્રભુ સત્સંગ મંડળ નાં સંગીતમય સથવારે ૧૧ હનુમાન ચાલીસા નાં પાઠ અને રામધૂન - ની રમઝટ સાથે..૨૦૨૨ ને વિદાય અને ૨૦૨૩ નાં વર્ષ નું સ્વાગત ખૂબ જ દિવ્ય રીતે ભક્તિભાવ સાથે ભારતીય સંસ્કૃતિ ને અનુરૂપ
પોરબંદરના બોખીરામા રામધૂન ની આલેખ
પોરબંદરના બોખીરા વિસ્તાર મા સમસ્ત ગ્રામજનો અને ધૂન મંડળ દ્રારા શનિવારે બોખીરા વિસ્તારમા આવેલા ચામુંડા માતાજીના મંદિરે અંખડ રામધૂન નુ આયોજન કરવામા આવ્યુ હતુ જેમા બોખીરા રામધૂન મંડળ તેમજ વિવિધ રામધૂન મંડળ દ્રારા શ્રીરામ નો જયજયકાર કરવામા આવ્યો હતો આ સાથે થેલેસેમીયા પીડીત બાળકો અને માટે રકતદાન કેમ્પનુ આયોજન કરવામા આવ્યુ હતુ જેમા ૧૦૩ બોટલ રકત એકત્રિત થયુ હતુ
રાણાવાવ તાલુકાના રાણા વડવાળા ગામે હાઈવે ઉપર આવેલી લાલજીભાઈ લગધીરની વાડીમાં ગત તા.ર૧-૧૧ ના રોજ ધારપાડુ ગેંગ ત્રાટકી હતી. પરિવારના સભ્યોને ઢોર માર મારી રોકડ રકમ, મોબાઈલ અને મોટરસાયકલની ઉઠાંતરી કરી હતી. આ ગુનાનો ભેદ ઉકેલવામાં પોરબંદર લોકલ ક્રાઈમ બ્રાન્ચને સફળતા મળી છે
પોરબંદરમા નવા વર્ષ ના આગમને પુષ્પોની વર્ષા
પોરબંદરમા સખી કલબ દ્રારા વેલકમ ર૦ર૩ નુ ભવ્ય આયોજન કરવામા આવ્યુ હતુ તેમજ વિવિધ સ્પર્ધાનુ આયોજન કરવામા આવ્યુ હતુ જેમા સખી કલબની બહેનો ઉત્સાહભેર ભાગ લીધો હતો પોરબંદર સખી કલબ દ્રારા વેલકમ ર૦ર૩ નુ આયોજન કરવામા આવ્યુ હતુ જેમા વેસ્ટમાંથી બેસ્ટ, સલાડ હરીફાઈ અને બુકે સહીત ની હરીફાઈ યોજવામા આવી હતી જેમા વિજેતા બહેનો ને ઈનામ આપી સન્માનીત કરવામા આવ્યા હતા તેજમ બ્લક બ્યુટી પરર્ફોમર્સનુ પણ ખાસ આયોજન કરવામા આવ્યુ હતુ
પોરબંદરની જાણીતી શૈક્ષણિક સંસ્થા શ્રીમતી જયશ્રીબેન વિરમભાઈ ગોઢાણિયા ઈંગ્લિશ મીડિયમ સ્કૂલના ખેલત્સવ નુ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. સંસ્થાના મોભી વિરમભાઈ ગોઢાણિયાના હસ્તે દિપ પ્રાગટ્ય કરીને આ રમતોત્સવને ખુલ્લો મુકવામાં આવ્યો હતો
પોરબંદરમા ૩૦૦ વર્ષ જુનુ લાલબતીવાળા મામાદેવનુ મંદિર
પોરબંદર શહેરના વોરાવાડ વિસ્તારમાં રાજાશાહી વખતનું મામાદેવનું પૌરાણિક મંંદિર આવેલું છે અને આ મંદિર લાલબત્તીવાળા મામાદેવ તરીકે ઓળખાય છે અને આસ્થાનું પ્રતિક બની ગયું છે. દર ગુરૂવારે લાલબત્તીવાળા મામાદેવના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે
પોરબંદર મા અઘારકાર્ડની કામગીરી ને લઈ લોકો ને મુશ્કેલી પડી રહી છે.જુની કલેટર કચેરી મા આવેલા અઘારકાર્ડ સેન્ટર મા અરજદારો ને આઘાકાર્ડ માટે કલાકો સુધી બસી રહેવુ પડે છે અને ફરજપર ના કર્મચારી દ્રારા ઉધ્ધતાય ભર્યુ વર્તન કરવામા આવતુ હોવાના અક્ષેપો અરજદારો એ કર્યા હતા
પોરબંદર શહેર અને જીલ્લામા બાઈક ચોરીના બનાવો સામાન્ય બની ગયા છે ત્યારે એલીસીબી એ રીઢા બાઈક ને ચોર ને ઝડપી લેવામા સફળતા મળી હતી શહેરના નરસંગ ટેકરી વિસ્તારમાંથી એક શખ્સ ને શંકાના અઘારે ઝડપી લઈ અને પુછપરછ કરતા ત્રણ જેટલી બાઈકની ચોરી નો ભેદઉકેલાયો છે
થર્ટી ફર્સ્ટ નજીક આવી રહી છે ત્યારે પોરબંદર પોલીસ એકશન મોડમાં આવી ગઈ છે અને એકશન પ્લાન પણ બનાવી લીધો છે. નવા વર્ષની ઉજવણી મા નાચો પરંતુ નશો કરતા નહીં પોલીસ ભાંગડા કરાવશે
પોરબંદર મા થર્ટી ફર્સ્ટની ઉજવણી પૂર્વે જિલ્લા પોલીસ વડા ડો. રવિ મોહન સૈનીના માર્ગદર્શન હેઠળ બુધવારે જિલ્લાભરમાં વાહન ચેકીંગની ખાસ ડ્રાઈવ યોજવામાં આવી હતી.
વિશ્વ પ્રસિદ્ધ એવા શ્રી સુદામાપુરી ખાતે ભગવાન શ્રીકૃષ્ણના બાળસખા સુદામા મંદિર નો ૧૨૩ મો પાટોત્સવ ભક્તિભાવ પૂર્વક ઉજવાયો હતો. સુદામા પાટોત્સવ સમિતિ ના હરિદાસ કૂરજી લાખાણી પરિવાર ના મુકુંદભાઈ હરિદાસ લાખાણી અને હાર્દિકભાઈ મુકુંદભાઈ લાખાણી તેમજ લાખાણી પરિવાર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ આજે તા. ૩૦/૧૨/૨૦૨૨ પોષ સુદ આઠમને શુક્રવાર ના દિવસે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું .
© 2025 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software