ગાંધીભૂમિ દેશભક્તિના રંગમાં રંગાશે
આઝાદી કા અમૃત મહોત્સવ કાર્યક્રમ અંતર્ગત પોરબંદરમાં આગામી તારીખ 13 ઑગસ્ટ ના રોજ તિરંગા યાત્રા નું આયોજન કરવામાં આવ્યું છે તિરંગા યાત્રા ના આયોજન ને પગલે ભાજપ પરિવાર દ્વારા તૈયારીઓ નો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે
પોરબંદર-બગવદર રોડ ઉપર મંગળવારે મોડી સાંજે હીટ એન્ડ રનની ઘટના બની હતી. જેમાં બે લોકોના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા.
પોરબંદર ના વેપારીઓ ની મેળા ટાણે કેમ માઠી ?
તહેવારો ના હરખ વચ્ચે પોરબંદર ના વેપારીઓ ને તેજી નો વિરહ.પોરબંદર ના બજારો જાણે તહેવારો ના આગમન વચ્ચે પણ મંદીનો માર ખાય રહ્યાં હોય તેવું લાગી રહ્યું છે . ખાસ કરીને રક્ષાબન્ધન અને જન્માષ્ટમી ના તહેવારો દરમ્યાન બજારો માં ખરીદી નો કૈક વધારે જ માહોલ જામતો હોય છે અને આ વર્ષે જયારે બે વર્ષ ના કોરોના ના કપરા કાળ બાદ જન્માષ્ટમી નો લોકમેળો યોજાવા જઈ રહ્યો છે ત્યારે જે હરખ બજાર માં દેખાવો જોઈ એ તે હજુ પણ ખૂટે છે વેપારીઓ ની એ આશા હતી કે આ વર્ષે મેળા ના આયોજન ને પગલે બજારો ગ્રાહકો થી ધમધમશે પરંતુ જાણે કોરોના ના ગ્રહણ એ બે વર્ષ માં મંદી ના માહોલ ને વધારી જાણે વેપારી ઓની આશા પર પાણી ફેરવી નાખ્યું હોય તેવું લાગી રહ્યું છે
પોરબંદર ના મેળા માં તમારા જોખમ ની જવાબદારી પાલિકાની
પોરબંદર ની આન, બાન અને સાન એટલે સૌરાષ્ટ્ર નો બીજા નંબર નો ગણાતો પોરબંદર નો જન્માષ્ટમી નો મેળો કોરોનાના 2 વર્ષ ના કહેર બાદ આ વર્ષે પોરબંદર માં લોકમેળા નું આયોજન થતા જ પોરબંદર ની પ્રજા હરખ ઘેલી બની હતી પોરબંદર સહીત સમગ્ર પંથક આ લોકમેળા નો આનંદ માણવા આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા છે ત્યારે લોકમેળા ના આયોજન નિમિતે તૈયારીઓ સરું થઈ ગય છે
પોરબંદર ના બરડા પંથક માં જળ નો જળજલાટ
પોરબંદર સમગ્ર જિલ્લા માં કાલે મેઘરાજા મહેરબાન થયા હતા અને જાણે મન મૂકી ને વરસ્યા હતા પોરબંદર ના બરડા પંથકમાં પણ ગય કાલે વર્ષારાણી જાણે પ્રસ્સન થયા હોય તેમ આગમન કરી સમગ્ર બરડા પંથક ને પાણી થી તરબોળ કર્યો હતો. ત્યારે ભારે વરસાદ ના કારણે પાણી ભરપૂર આવક જોવા મળી હતી બરડા પંથક ના મજીવાળા અને સોઢાણા ગોલાઈ ઉપર વરસાદી પાણી ફરી વળ્યાં હતા બરડા પંથક માં ગઈકાલર એક જ દિવસમાં અંદાજે 3 થી 4 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે
પોરબંદર જિલ્લામાં વીજળી બિહામણા ચમકારા
પોરબંદર જિલ્લામાં શ્રાવણે અષાડી માહોલ જોવા મળ્યો હતો સાર્વત્રિક એક થી 2 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો ગાજ વીજ સાથે પડેલા વરસાદ ના કારણે સમગ્ર પંથક પાણીથી તરબોળ બન્યો હતો તેવા સમયે હર્ષદ રોડ પર વીજળીના ચમકારાના દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા તો કુતિયાણા ના રામનગર ગામે પુલ ઉપરથી પસાર થતા 5 પશુઓ એક પછી એક પાણીના પ્રવાહમાં તણાયા હતા તેના દશ્યો
મહાત્મા ગાંધીને દેશના વીર જવાનની ભાવાંજલિ..
ભારતીય સેનાના જાહબાજ ઓફીવેર રાજેશસિંહસેખાવત પોરબંદર ના આંગળે આવ્યા
હતા તેમણે ગાંધી જન્મ સ્થળ ની મુલાકાત લીધી હતી અને ગાંધીજી ને પુષ્પાંજલિ અર્પણ કરી હતી આ ઉપરાંત છાબમોર્ચે શહિદ થયેલા મોઢવાળાના શહિદ વીર નાગાર્જુન સીસોદીયા ને ભાવાંજલિ અર્પણ કરી હતી તેમજ પોરબંદર ના યુવાનોને અગ્નિ વીર યોજના અંગે માર્ગદર્શન આપ્યું હતું . રાજપુતાના રેજિમેન્ટ માં શૌર્ય મેડલ અને શૌર્ય ચક્ર થી સન્માનિત થયેલા અને હાલ જૂનાગઢ માં ગુજરાત એન.સી.સી. ના ઓફિસર તરીકે ફરજ બજાવતા રાજેશ સિંઘ શેખાવત ગાંધી જન્મ સ્થળ કીર્તિ મઁદિર ખાતે આવ્યા હતા. અને તેઓ જણાવ્યુંહતું કે ગાંધી જન્મ ભૂમિ પર આવવું તેમનું અહોભાગ્ય રહ્યું છે તેમજ તેમને જણાવ્યું કે અહીં આવી ને તેમને એક અલગ જ લાગણી અને ગૌરવ અનુભવ થાય
તોફાની દરિયા માં બે જિંદગી એ મોત ને મહાત આપી
ગુજરાત સહીત સમગ્ર સૌરાષ્ટ્ર માં પાંચ દિવસ સુધી ભારે થી અતિભારે વરસાદ ની આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી હતી ત્યારે વાતાવરણ માં પણ પલટો આવ્યો છે સાથે જ દરિયા માં કરન્ટ જોવા મળી રહ્યો છે ત્યારે આજ રોજ તોફાની દરિયા માં રત્નસાગર નામ ની બોટ તોફાન માં ફસાય હતી . ત્યારે કોસ્ટગાર્ડ ને આ માહિતી મળતા કોસ્ટગાર્ડ ના જવાનો પોહચી ગયા હતા અને રેસ્ક્યુ ની કામગીરી હાથ ધરી હતી
સખી ક્લબ ઓફ પોરબંદર દ્વારા આજ રોજ આઝાદી કા અમૃત મહોત્સવ તેમજ સાથે જ રક્ષાબન્ધન ના કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું.. આ કાર્યક્રમ માં દેશભક્તિ કેરો અનેરો પ્રેમ વરસ્યો હતો સાથે જ તિરંગા વેશભૂસા અને દેશભક્તિ ના ગીત નું આયોજન કરવામાં આવ્યું હતું સાથે જ દેશભક્તિ નૃત્ય ના આયોજન સાથે સૌ કોઈ દેશભક્તિના રંગ માં રંગાયા હતા
પોરબદર જિલ્લામાં લમપી વાયરસ નું સંક્રમણ વધી રહ્યું છે જેને કારણે અનેક ગૌવંશ મોત ને ભેટયા છે તેનો જાગતો પુરાવો છે આ કુછડી ના દરિયા કિનારાવિસ્તાર માં પડેલા ગૌવંશ ના મૃતદેહ ના આ ઢગલા આ દ્રશ્યો જોઈ ને હૃદય કપિ ઉઠશે તંત્ર ની ઘોર બેદરકારી ખુલી પાડી છે કોંગ્રેસે...
7,8 Fisrt Floor, Indraprashth Complex, S.T. Cross Road, Porbandar
+91 9624011010
porbandarkhabar@gmail.com
© 2024 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software