સુદામાનગરી માં ગોવિદા આલા રે...પોરબદર અને માધવપુર માં મટકી ફોડ
આજ નો દિવસ એટલે પરમ માસ શ્રાવણ માસ અને અખિલ બ્રહ્માંડ ના માલિક એ કારિયા ઠાકોર નો આજ જન્મદિવસ., આજ નો દિવસ એટલે ભક્તો માટે જાણે નદીઓ નો સાગર સાથે નો ભેટો ,, જાણે ચકોર પંખી ને ચાંદ મળી ગયા નો હરખ અને આ સૂના સંસાર માં ક્રિષ્ન ની બાંસુરી નો રણકાર કૃષ્ણ ભક્તોનો આજે અનેરો એ ઉત્સાહ કૈક આમ દેખાય રહ્યો છે
જન્માષ્ટમી ના પર્વ નો ઉત્સાહ જોવા મળી રહ્યો છે સુદામા નગરી પોરબંદર માં જન્માષ્ટમી ના દિવસે એક અનોખી ધાર્મિક પરંપરા જોવા મળી રહી છે કોટ ફરવાની એટલે કે જૂના પોરબંદર ની પ્રદક્ષિણા કરવામાં આવે છે અને અસ્માંવતી ઘાટ એ સ્નાન કરી પુણ્ય નું ભાથું બાંધે છે આ ઉપરાંત શ્રદ્ધાળુઓ સુદામાજી ના પણ દર્શન કરે છે
પોરબંદરની વિમાની સેવા કેમ બંધ
પોરબંદર ખાતે હાલ તમામ વિમાની સેવા ને સ્થગિત કરવામાં આવી છે તેવા સમાચાર હાલ તો ચારે બાજુ વહેતા થયા છે . પોરબંદર નું એ આલીશાન અને ગુંજતું એરપોર્ટ હાલ તો ફ્લાઇટો ના બન્ધ હોવાને કારણે સુમસાન થયું છે ત્યારે પોરબંદરની જનતા વતી જેસીઆઈ પોરબંદર ના સ્થાપક લાખણશી ગોરાણીયા અને પ્રમુખ રોનક દાસાણી આ રાજ્ય અને કેન્દ્ર સરકાર ને રજુઆત કરી છે.
પોરબંદર માં નૃત્ય કલાકારો ની કલા પ્રસ્તુત કરવા જેસીઆઈ નો સથવારો
પોરબંદર માં જે.સી.આઈ. મહિલા વિંગ દ્વારા ડાન્સ કોમપિટિશન નું આયોજન કરવામાં આવ્યું હતું. પોરબંદર માં બાળકો ના સર્વાંગી વિકાસ અને પોરબંદર ના યુવાનો ને પણ પોતાની કલા દર્શાવવાનો એક શ્રેષ્ઠ મોકો આપ્યો હતો
પોરબંદર જિલ્લામાં ભાદર નદી નું પાણી ફરી વળ્યું છે ધોરાજી નજીક ના ભાદર-2 ડેમ માંથી પાણી છોડવામાં આવતા ઘેડ ના અનેક ગામો માં પાણી ફરી વખત કેટલાક રસ્તા બંધ કરવામાં આવ્યા હતા
સરકાર ની બેદરકારી, મોંઘી પડે માછીમારી .
પોરબંદર શહેર અને જિલ્લા માં બુધવારે ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો દરિયો તોફાની બનતા દીવાદાંડી નજીક ના દરિયા કિનારે એક બોટ ફંગોળાય હતી સદનસીબે કોઈ જાનહાની થઈ નથી પરંતુ બોટ માં ભારે નુકસાન થયું છે બંદર માં બોટ પાર્કિંગ ની પૂરતી વ્યસ્થા નહીં હોવાને કારણે દરિયા માં રહેલી બોટ પર જોખમ ઉભું થયું છે
પોરબદર માં વરસાદ ને પગલે મેળા માં વિઘ્ન
મેળા ગ્રાઉન્ડ માં વરસાદી પાણી ભરાયા
વરસાદ ને કારણે મેળા ની કામગીરી માં મુશ્કેલી
સ્ટોલ અને રાઈડ ઉભી કામગીરી માં વિક્ષેપ
આજે વધુ વરસાદ પડશે તો મેળા નું આયોજન ખોરંભે ચડશે
જન્માષ્ટમી ના પર્વ નિમિતે ખાજલી ના વેચાણ માં ખોંખારો...
પોરબંદર ની પ્રજા તહેવારો ના આ ધમધમાટ વચ્ચે વાનગી ઓ નો સ્વાદ માણવાનું કય રીતે ભૂલી શકે ??? ત્યારે જન્માષ્ટમી ના આ પાવન ઉત્સવ વચ્ચે પોરબંદર ની સ્વાદપ્રિય પ્રજા એ ફરસાણ અને ખાજલી ની ખરીદી શરૂ કરી દીધી છે જન્માષ્ટમી ના તહેવાર ને હવે ગણતરી ના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે એક બાજુ લોક લાડીલા લોકમેળા ની તૈયારીઓ તો સ્વાદપ્રિય જનતા એ ફરસાણ અને ખાજલી ની તૈયારીઓ અને ખરીદી ને જોરશોર થી વધારી જાણે જન્માષ્ટમી ના ત્યોહાર ને હરખભેર વધાવી રહ્યા છે
મુસીબત ના મોસમ માં માછીમારો ની વ્હારે કોણ ?
આ વર્ષે એકબાજુ વરસાદ એ હાહાકાર મચાવ્યો છે તો બીજી બાજુ દરિયા માં ખરાબ હવામાન ના પગલે અને તોફાન ના કારણે માછીમારો ને ચાલુ સીઝન એ નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે ત્યારે ગુજરાત ખારવા સમાજ ના પૂર્વ પ્રમુખ અને ભારતીય જનતા પાર્ટી ના ઉપપ્રમુખ સુનિલ ગોહેલ એ મુખ્યમન્ત્રી ને પત્ર લખી ને જાણ કરી ને જણાવ્યું છે
રાણાવાવમાં ત્રિરંગા યાત્રામાં કોમી એકતાના દર્શન
હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત રાણાવાવ ખાતે તિરંગા યાત્રા નું આયોજન કરવામાં આવ્યુ હતું રાણાવાવ શહેર જાણે દેશભક્તિ ના રંગ માં રંગાયું હતું અને ભારત માતા કી જય ના નારા થી સમગ્ર રાણાવાવ શહેર ગુંજી ઉઠ્યું હતું . રાણાવાવ સ્ટેશન પ્લોટ ખાતે થી 300 બાઈક અને અંદાજે 500 જેટલા લોકો આ રેલી માં જોડાયા હતા
© 2025 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software