લોક રક્ષક બન્યો ભક્ષકએક મહિલાનું શીયળ લુંટી લીધુ..
પોરબંદર પોલીસનું માથુ શરમથી ઝુકી જાય તેવી ઘટના પોલીસ બેડામાં બની છે. કમલાબાગ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીએ મહિલા સાથે દુષ્કર્મ આચર્યુ હતું. ત્યારબાદ વિડીયો કોલીંગ કરી અંગત પળોનાં વિડીયો વાયરલ કરવાનું કહીં અને પ૦ હજાર રૂપિયાનો તોડ કર્યાની ફરિયાદ પોલીસ દફતરે નોંધાઇ છે. આ ઘટનામાં રક્ષક જ ભક્ષક બનતા પોરબંદર પોલીસની આબરૂને કાળો દાગ લાગ્યો હોવાનું શહેરભરમાં ચર્ચાઇ રહયું છે.
પોરબંદર ના લોકમેળા નું દુશ્મન કોણ ?
પોરબંદર વાસીઓ અને કૃષ્ણ પ્રેમી જનતા કે જે આતુરતા થી લોક મેળા ની રાહ જોઈ રહી છે ત્યારે આ મેઘો મુશળધાર બની જાણે હરખ ના રંગ માં ભંગ નાખી રહ્યો હોય તેવું અત્યારની પરિસ્થિતિ જોઈ ને વ્યતીત થઈ રહ્યું છે . એક બાજુ મહામન્થન બાદ નગરપાલિકા દ્વારા મેળા નું આયોજન અને મેળા માટે ના ગ્રાઉન્ડ ની હરાજી કરવામાં આવી હતી અને કોરોના ના કહેર બાદ બે વર્ષ બાદ યોજાતા આ મેળા માટે તૈયારીઓ નો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો પરંતુ મેઘરાજા જાણે પોરબંદર ની પ્રજા થી નારાજ હોય તેમ અવિરત પણે વરસી રહ્યા છે
પોરબંદર ના ખાદી ભંડાર માં શેનું થયું રેકર્ડ બ્રેક વેચાણ
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા અભિયાન માં સૌ કોઈ સહભાગી બન્યા છે ત્યારે પોરબંદર માં પણ આઝાદી ના હરખ નો અનેરો રંગ લાગ્યો હોય તેમ સૌ કોઈ હર ઘર તિરંગા અભિયાન માં સહભાગી બની અને દેશ પ્રેમ વ્યક્ત કરી આઝાદી ની ખુશી વ્યક્ત કરી રહ્યા છે પોરબંદર માં ખાદી ભવન ખાતે રાષ્ટ્રીય પર્વ તેમજ રાજકીય કાર્યક્રમો માં ખાદી ની ખરીદી થતી હોય છે પરંતુ આ વખતે હર ઘર તિરંગા અભિયાન માં તિરંગા નું વિતરણ કરવામાં આવ્યું છે
ખારવા સમાજ દેશભકિત ના રંગે રંગાયો
સમગ્ર રાષ્ટ્ર જયારે 75 માં આઝાદી ના અમૃત મહોત્સવ ની ઉજવણી ના ભાગ રૂપે હર ઘર તિરંગા અભિયાન માં જોડાય ને સૌ કોઈ આઝાદી ના હરખ ના રંગે રંગાય જાણે ને દેશ ની આન બાન અને સાન એવા તિરંગા ને ફક્ત ઘર ઘર સુધી નહીં પરંતુ સૌ કોઈ ની યાદો માં હૃદય માં એક ખાસ સ્થાન મળ્યું છે
પોરબંદર જિલ્લા ના વિકાસ માટે 25 લાખ ની ગ્રાન્ટ
સમગ્ર રાષ્ટ્ર ની સાથે જ પોરબંદર જિલ્લો પણ આઝાદી ના ઉજવણી ના રંગે રંગાયો છે પોરબંદર જિલ્લા માં આજ રોજ 76 માં સ્વતંત્રતા પર્વ ની ઊંજવણી જિલ્લા પોલિશ પરેડ ગ્રાઉન્ડ ખાતે કરાય હતી .. રાષ્ટ્ર ધ્વજ લહેરાવી સૌ કોઈ એ તિરંગા ને સલામી આપી હતી તેમજ પોલિશ જવાનો દ્વારા વિશેષ રીતે માં ભારતી ને સલામી આપવામાં આવી હતી .
પોરબંદર ના સાંદિપની હરિ મન્દિર ખાતે આજ રોજ 15 મી ઑગસ્ટ ના આઝાદી ના પર્વ નિમિતે ઉજવણી કરવામાં આવી હતી... સમગ્ર દેશ સહીત પોરબંદર ના લોકો આ આઝાદી ના અમૃત મહોત્સવ માં જોડાય આઝાદી નું અનેરું માન અને સન્માન લય રહ્યા છે આજ રોજ સાંદિપની હરિ મન્દિર ખાતે ભાગવત આચાર્ય રમેશભાઈ ઓઝા ની ઉપસ્થિતિ માં સ્વાતંત્ર્ય પર્વ ની ઉજવણી કરવામાં આવી હતી.
સમુદ્ર ની સમીપ રાષ્ટ્રીય પર્વ ની ઉજવણી
આજનો દિવસ એટલે 15 મી ઑગસ્ટ . સ્વતંત્રતાનો, આઝાદી નો એ મહોત્સવ જ્યાંરે સમગ્ર દેશ , સમગ્ર ભારતીય માટે એક ગૌરવ નો દિવસ. આજ રોજ 76 માં સ્વાતંત્ર્ય પર્વ ની ઉજવણી સૌ કોઈ દેશવાસીઓ કરી રહ્યા છે ત્યારે પોરબંદર વાસીઓ પણ આઝાદી ના જસ્ન માં જોડાયા છે આજ રોજ માં ભારતી ને સલામી આપી સૌ કોઈ એ રાષ્ટ્ર ની એકતા અને અખડદિતાતતા માટે પ્રાર્થના કરી હતી.
પોરબંદરના આઝાદી ઉત્સવ ના જૂના સંસ્મરણો
આઝાદી કા અમૃત મહોત્સવ ની ઉજવણી દેશભર માં થઈ રહી છે ત્યારે દેશ ને આઝાદી અપાવનાર રાષ્ટ્રપિતા ગાંધી ની જન્મ ભૂમિ પોરબંદર પણ આઝાદી ના ઉત્સવ નું સાક્ષી બન્યું હતું આઝાદી બાદ પોરબંદર ના રાજ રત્ન શેઠ નાનજી કાલિદાસ મેહતા એ ગાંધી જી ની સ્મૃતિ માં કીર્તિ મન્દિર નું નિર્માણ કર્યું હતું .
પોરબંદર માં વરસાદ ને કારણે રસ્તા ધોવાયા
પોરબંદર જિલ્લા માં પડેલા વરસાદ ને કારણે ગ્રામ્ય વિસ્તાર ઉપરાંત નેશનલ હાઈવે ના રસ્તાઓ ધોવાયા છે જેને કારણે વાહન ચાલકો ને મુશ્કેલી નો સામનો કરવો પડી રહ્યો છે પોરબંદર થી માધવપુર ને જોડતા નેશનલ હાઈવે ઉપર સિમેન્ટ અને ડામર રોડ માં ખાડા પડી ગયા છે
પોરબંદરમાં તિરંગા યાત્રાનો અદભુત નજારો
ગાંધી જન્મ ભૂમિ આજે દેશ ભક્તિ ના રંગે રંગાય હતી આઝાદી કે
અમૃત મહોત્સવ અંતર્ગત પોરબંદર ના આંગણે તિરંગા યાત્રા ને અનુલક્ષીને સભા નું આયોજન કરવામાં આવ્યું હતું .મુખ્યમન્ત્રી ભુપેન્દ્ર પટેલ ની ઉપસ્થિતિ માં તિરંગા યાત્રા યોજાઇ હતી
© 2025 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software