પોરબદર જિલ્લામાં લમપી વાયરસ નું સંક્રમણ વધી રહ્યું છે જેને કારણે અનેક ગૌવંશ મોત ને ભેટયા છે તેનો જાગતો પુરાવો છે આ કુછડી ના દરિયા કિનારાવિસ્તાર માં પડેલા ગૌવંશ ના મૃતદેહ ના આ ઢગલા આ દ્રશ્યો જોઈ ને હૃદય કપિ ઉઠશે તંત્ર ની ઘોર બેદરકારી ખુલી પાડી છે કોંગ્રેસે...
ડ્રેગન ની ખેતી કેમ બની ફળદાયક...
ડ્રેગન ફ્રૂટ જે આપડા ગુજરાતમાં કમલમ નામ થી પણ જાણીતું છે તેનો આકાર કમળ જેવો હોવાથી ગુજરાત સરકાર દ્વારા કમલમ નામ આપવામાં આવ્યું છે ત્યારે આજે વાત કરીયે કુછડી ગામના એક ખેડૂત મિત્ર ની સાથે કે જેમને તેમના ખેતર માં પરંપરાગત ખેતી થી લય ને બાગાયતી ખેતી તરફ એક નવી શરૂઆત કરી એક નવો જ પ્રયોગ સાકાર કર્યો છે પોરબનદર ના નિવૃત પોલિશમેન સુરેશભાઈ થાનકી અને તેમના ભાઈ રાજેશભાઈ થાનકી કે જેમની કુછડી ખાતે જમીન આવેલી છે તો વર્ષો થી મગફળી જેવા પરંપરાગત પાકો નું વાવેતર કરી રહ્યા હતા ... પરંતુ ગયા વર્ષ થી તેમણે ડ્રેગન ફ્રૂટ નું વાવેતર કરી અને બાગાયતી ખેતી તરફ પગલાં માંડ્યા છે.
ઉપરાષ્ટ્રપતિની રાષ્ટ્રપિતાને ભાવાંજલિ
દેશનાં ઉપરાષ્ટ્રપતિ વૈંકયા નાયડુ આજે સૌરાષ્ટ્રનાં પ્રવાસે આવ્યાં છે. જામનગર ખાતે ટુંકુ રોકાણ કર્યા બાદ તેઓ પરિવાર સાથે દ્વારકાધીશનાં દર્શને પહોંચ્યા હતાં. જયાં પરિવાર સાથે દ્વારકાધીશની પૂજા-અર્ચન કરી હતી. અને ત્યાંથી નાગેશ્વર મહાદેવનાં દર્શન કર્યા હતાં. દ્વારકાથી સીધા ખાસ વિમાન મારફત પોરબંદર એરપોર્ટ ખાતે પહોંચ્યા હતાં. જયાં તેમનું ઉષ્માભર્યુ સ્વાગત કરવામાં આવ્યું હતું. વૈંકયા નાયડુ પરિવાર સાથે કીર્તિમંદિર અને ગાંધી જન્મસ્થળની મુલાકાત પહોંચ્યા હતાં. જયાં રાષ્ટ્રપિતાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી
રાણાવાવ માં સગર્ભા મહિલા ના આરોગ્ય નો કેમ્પ ...
રાણાવાવ ખાતે ખિલખિલાટ દ્વારા.સગર્ભા મહિલાઓની આરોગ્ય તપાસણી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જે,માં આરોગ્ય ની તપાસની અને શક્તિ વર્ધક દવાઓ નું વિતરણ કરવાં આવ્યું હતું રાણાવાવ ખાતે આરોગ્ય વિભાગ ના ખિલખિલાટ દ્વારા આયોજિત સગર્ભા મહિલાઓને જરુરી રીપોર્ટ સાથે સંપૂર્ણ ચેક અપ કેમ્પ નું આયોજન સરકારી દવાખાના ખાતે કરવામાં આવ્યું હતું.
પોરબંદર ના જલારામ મંદિર માં ભક્તિ ની આલેખ ..
પોરબંદર ના ભક્તો માટે અનેરું આસ્થા નું કેન્દ્ર એટલે જલારામ મઁદિર. જલારામ મન્દિર ભક્તો ના હૃદય માં વસતું એ ધામ છે જ્યાં ભજન કીર્તન સત્સંગ પ્રસાદ અને અનેરી ભક્તિ નો સંગમ થાય છે જાણે ભક્તો ના હૈયા ભગવાન ના હૈયા સાથે અહીંયા જ મેનમેળ કરે છે તેવી અનુભૂતિ સૌ કોઈ ભક્તજનોને થઈ રહી છે
નારીશક્તિ ના ઇતિહાસ નું સાક્ષી બન્યું પોરબંદર..
નૌકાદળ ની નારી શક્તિ એ પોરબંદર માં અનેરો ઇતિહાસ રચ્યો છે જેને લય સૌ કોઈ ના હૈયા ગર્વ થી તેમને વધાવી રહ્યા છે ભારતીય નૌકાદળ ની આ 5 મહિલાઓ કે જેમણે અરબી સમુદ્ર માં સફળતા પૂર્વક સર્વેલન્સ મિશન પાર પાડ્યું છે
પોરબંદરના દરિયાને કેમ લાગ્યું નશીલા પદાર્થનું ગ્રહણ..
સૌરાષ્ટ્રનો દરિયા કિનારો નશીલા પદાર્થનો પ્રવેશદ્વાર બની રહયો હોય તેવી ઘટના છેલ્લા ઘણાં દિવસોથી બની રહી છે. બે દિવસ પુર્વે સોરઠનાં દરિયા કિનારેથી નશીલા પદાર્થનાં પેકેટ મળી આવ્યાં હતાં. તો પોરબંદરનાં ગોસાબારા લેન્ડીંગ પોઇન્ટ ઉપરથી બે દિવસ પૂર્વે પોરબંદર પોલીસને ર૧ જેટલા પેકેટો મળી આવ્યાં હતાં. ત્યારબાદ આજે શુક્રવારે માધવપુર નજીક ના દરિયા કિનારે થી વધુ 14 શંકાશ્પદ પેકેટ મળી આવ્યા હતા જેને પગલે સુરક્ષા એજન્સીઓ માં દોડધામ મચી ગય હતી.
નગરપાલિકા દ્વારા ચકડોળ અને સ્ટોલ માટે ના પ્લોટની કરાઈ હરાજી..
લોકમેળા માટે ચકડોળ અને અન્ય સ્ટોલ ના હરરાજી નું આયોજન કરવામાં આવ્યું હતું પણ આવેલા વિક્ષેપો અને સાથે જ આયોજન ની ખામી ને કારણ પ્રથમ કોડિયે માખી આવી હતી અને આ ચકડોળ ની હરાજી જાણે ચકડોળે ચડી હતી તેમ યોગ્ય સમાધાન આવ્યું ન હતું ત્યાર બાદ ફરી વખત 3 તારીખ ના રોજ હરરાજી નું આયોજન કરવામાં આવ્યું હતું
બરડા અભ્યારણ્ય માં અનેક વિસ્તારો માં વનવિભાગ દ્વારા પ્રતિબન્ધ.
હાલ ચોમાસા ની ઋતુ અને એક બાજુ ભારી પડેલો વરસાદ ત્યારે બરડા પંથક માં પ્રતિબન્ધિત વિસ્તારોમાં લોકો ને ન જવા વનવિભાગ દ્વારા સૂચના આપવામાં આવી છે હાલ ઉપર વાસ માં પણ ભારે વરસાદ પડ્યો હતો અને સાથો સાથ અહીં પણ આ વર્ષે વર્ષારાણી મહેરબાન બન્યા હતા ત્યારે હાલ ઝરણાઓ વહી રહ્યા છે ત્યારે અકસ્માત થવાની શક્યતાઓ પણ વધી શકે છે
પૂજ્ય માલદેવબાપુ ની જન્મજ્યંતિ નિમિતે પુષ્પાંજલિના કાર્યક્રમનું આયોજન..
મહેર સમાજ દ્વારા સંત શિરોમણી એવા પૂજય માલદેવબાપુની 138મી જન્મજ્યંતિ નિમિતે ભાવાંજલિ ના કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું ઇન્ટરનેશનલ મહેર કાઉન્સીલ પરિવાર દ્વારા ગૌરવ અને લાગણીસહ ભાવ થી પૂજ્ય માલદેવબાપુ ની જન્મજ્યંતિ નું આ અનેરું આયોજન કરવામાં આવ્યું હતું હરીશ ટોકીઝ પાસે આવેલા ચાર રસ્તા ખાતે પ્રસ્થાપિત કરવામાં આવેલ પૂજ્ય માલદેવ બાપુ ની પ્રતિમા ને હાર પેરાવી પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી આ કાયર્ક્રમ માં મહેર સમાજ ના અગ્રણીઓ , જ્ઞાતિજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ત્યારબાદ શ્રી માલદેવ રાણા કેશવાલા મહેર સમાજ ઝુંડાણા ખાતે પણ પુષ્પાંજલિ ના કાર્યક્રમ નું ખાસ આયોજન કરવામાં આવ્યું હતું
© 2025 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software