નેશનલ સ્પોર્ટસ-ડે નિમિતે પોરબંદરમાં શ્રી રામ સી-સ્વિમીંગ ક્લબ ફન રનનું આયોજન કરવામાં આવ્યું હતું.આ ફન રન માં પાંચ કીમી દોડ અથવા પાંચ કીમી ચાલવાનું આયોજન કર્યું હતું. હોકીના મેજર ધ્યાનચંદની જન્મતિથિ નિમિતે નેશનલ સ્પોર્ટસ-ડેની ઉજવણી કરવામાં આવે છે.
પોરબંદર ના ગ્રામ્ય વિસ્તાર માં કેમ છે. કહેર
હાલ ચારે કોર જયારે લમપી વાયરસ એ હાહાકાર મચાવ્યો છે અને આ અબોલ પશુઓ જાણે ક્યાં પાપ ની સજા ભોગવી રહ્યા છે ??? એક બાજુ આ હૃદય દ્રવી ઉઠે તેવા દ્રશ્યો.... જે ગાયૉ ને માતા સમાન પૂજાય છે અને માં સમકક્ષ હૃદય માં સ્થાન છે તેમની આજે આવી દશા જોઈ ગૌ પ્રેમી ઓ ની આંખો જાણે અંશ્રુભીની થઈ જાય છે
એસ બી આઈ આરસેટી ગ્રામ સ્વરોજગાર તાલીમ સંસ્થા દ્વારા ખાસ એક કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું . આ સંસ્થા દ્વારા નવયુવાનો ને રોજગાર લક્ષી તાલિમ આપવામાં આવે છે ભારત ના વિકાસ માં યુવાનો પગભર થાય અને સ્વરોજગાર મેળવે તે અર્થે ખાસ તાલિમ અને પ્રશિક્ષણ વિનામૂલ્યે આપવામાં આવે છે આ સંસ્થા દ્વારા 30 દિવસીય તાલીમ અને અનેક શેત્રે રોજગાર મેળવવા અર્થે શિક્ષણ આપવામાં આવી રહ્યું છે ત્યારે આ તકે પોરબંદર માં અનેરી સિદ્ધિ અને નામના ધરાવતા બિગબોસ સલૂન ની ટીમ અહીં ઉપસ્થિત રહી હતી અને અનેક તાલીમ સાથે બ્લાયન્ડ હેર કટિંગ ની તાલીમ આપી હતી અને આ સંસ્થા દ્વારા ભારત ના આ વિકાસ માં યુવાનો મદદરૂપ બને અને રોજગારી મેળવે તેવા હેતુસર ખાસ તાલીમ આપી તેમને સ્વરોજગાર માટે તૈયાર કરવામાં આવે છે.
પોરબંદર ના રસ્તા કમર ભાંગે તેવા?
પોરબંદર ની આ ધરા અને સુરખાબી નગરી ને ખાડા નગરી માં ફેરવતા આ ભૂંડા ભ્રસ્ટાચાર ના ભોગ પોરબંદર વાસીઓ બની રહ્યા છે . પોરબંદર ના રસ્તા પર જો નઝર કરીયે તો કેહવું મુશ્કેલ છે કે રસ્તા માં ખાડો છે કે ખાડા માં રસ્તો ??? પોરબંદર ની પ્રજા જે કમર તોડ માર ખાય રહી છે અને બીજું બાજુ કોન્ટ્રાક્ટરો માલ ખાય રહ્યા છે તેવા ખુલ્લા આક્ષેપો કોંગ્રેસે કર્યા છે અને એવું પણ જણાવ્યું હતું કે એક બાજુ તંત્ર વિકાસ ના ગાણાં ગાવામાં મસ્ત છે તો પ્રજા આ બ્રેકડાન્સ જેવા રસ્તા થી ત્રસ્ત છે .
પોરબંદર ગજાનન ને આવકારવા કેવો છે ઉત્સાહ
હવે ટૂંક સમય માં જ ગૂંજશે ગણપતિ બાપ્પા મોરયાના નાદ પોરબંદર વિસ્તાર ની હરેક ગલીઓ માં. ત્યારે સમગ્ર લોકો બાપ્પા ના આગમન ની તૈયારી માં લાગી ગયા છે અને બાપ્પા ની આગતા સ્વાગતા કરવા હરખભેર રાહ જોઈ રહ્યા છે ત્યારે બજારો માં અવનવી બાપ્પા ની મૂર્તિ આવી ગય છે જે હર કોઈ નું મન મોહી લે તેવી અભિભૂત અને મનમોહનીય છે .પોરબંદર શહેરમાં ખાપટ વિસ્તારમાં 10 થી 15 જેટલા ધનધાર્થીઓં દર વર્ષે ગણેશ ચતુર્થી ના તહેવાર નિમિતે અમદાવાદ રાજકોટ જેવા શહેરો માંથી મૂર્તિઓ મગાવે છે
પોરબંદર માં અંતે તંત્ર ને કેમ આવ્યો સદવિચાર
પોરબંદર સુદામા ની નગરી અને ગાંધી ની જન્મભૂમિ,,, ત્યારે અહી હજારો લાખો ની સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોય છે ત્યારે પોરબંદર ખાતે કોઈ ધર્મશાળા જેવી વ્યવસ્થા પણ પ્રવાસીઓ માટે રાખવામાં આવી નથી .. આ સાથે જ પ્રવાસીઓ ને મુસકેલી વેઠી અને હોટેલ, ગેસ્ટ હાઉસ ના ઉચા ભાડા ચૂકવવા પડી રહયા છે. ત્યારે પોરબંદર માં પ્રવાસીઓ માટે સુદામા મંદિર ખાતે ઘી ની બંધ લેબોરેટરી ખાતે ધર્મશાળા ની વ્યવસ્થા કરવામાં આવે અને પ્રવાસીઓ પોરબંદર ની અનેરી રોનક અને અનોખી છાપ લય ને જાય તેવી માંગ પોરબંદર કોંગ્રેસ દ્વારા કરવામાં આવી હતી...આ સમાચાર ગય કાલ ના રોજ ખબરો ની દુનિયા માં પણ પ્રસારિત કરવામાં આવ્યા હતા.
રાણાવાવ માં બે સંતાનો એ પિતા ને પહોંચાડીયા યમધામ
પોરબંદરના રાણાવાવ મા પરિવાર ના આતરિક ઝગડા ને લઈ ને સંતાનો એ પિતાને મોત ને ઘાટ ઉતારી દિધા હતા ત્યારબાદ પિતાની લાશ ને ગોબરગેસ નાં ખાડા માં દફનાવી દિધા હોવાની ઘટના બહાર આવતા ભારે ચર્ચા
પોરબંદર માં નાના ધંધાર્ઓથીનું શુ છે દર્દ
પોરબંદર માં લીમડાચોક શાકમાર્કેટ ખાતે મોટી સંખ્યા માં લોકો અને વેપારીઓ અહીં આવે છે ત્યારે આ શાકમાર્કેટ ખાતે છત જેવી સામાન્ય સુવિધા પણ ઉપલબ્ધ નથી ચોમાસા દરમ્યાન વરસાદ ને કારણે લોકો ને અને વેપારીઓ ને ભારે હાલાકી નો સામનો કરો પડે છે એક બાજુ વરસતા વરસાદે ઉપર તાલપત્રી બાંધી ને અહીં આવતા શાકભાજી ના વેપારીઓ રોજી રોટી કમાય છે અને ભારે વરસાદ ની સ્થિતિ માં તો શાકભાજી પલળે છે અને વેપારીઓ ને નુકસાન સાથે આ શાકભાજી આરોગ્ય ને પણ નુકસાન પોહચાડી શકે છે .
વૈષ્ણવ જન તો એને કહીયે જે પીડ પરાયી જાણે રે ........
ગાંધીજી ની વિચારધારા હતી કે છેવાડાના માનવી સુધી સેવા પોહ્ચે અને કોઈ નું દુઃખ હરવુ એ જ સાચી સેવાભક્તિ અને માણસાઈ ની નિશાની છે ત્યારે આજ રોજ ગાંધીભૂમિ પોરબંદર ખાતે ના આનંદ મેળા માં પધાર્યા છે એવા જ એક શ્રેષ્ઠ હાસ્યકલાકાર , અને સેવાકીય પ્રવૃત્તિ કરી અને સમગ્ર ગુજરાત માં સુંગધ પ્રસરાવી તેવા નીતિન ભાઈ જાની કે જેને બાળકો થી લય વયોવૃદ્ધ સૌ કોઈ ખજુરભાઈ ના નામ થી ઓળખે છે... એ ખજૂર ભાઈ કે જેમણે હમેશા ગુજરાતીઓના ઉદાસ ચહેરા પર મુસ્કાન લાવી છે .
છાયા ગુરુકુળ નર્સિંગ સ્કૂલની છાત્રાઓ એ મેળવી સિદ્ધિ
પોરબંદર માં શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ શ્રી આર.બી. બદીયાની સંકુલ દ્વારા આજ રોજ વિધાર્થી સન્માન સમારોહ નું આયોજન કરવામાં આવ્યું હતું .. નર્સીંગ શેત્રે અનેરી સિદ્ધિ અને ઉત્તરોત્તર પ્રગતિ મેળવેલ વિધાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ માં અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.. પૂજ્ય સ્વામી ભાનુપ્રકાશજી , ટ્રસ્ટ્રી પદુભાઇ રાયચુરા , દીપકભાઈ જટાનિયા અને અનેક હસ્તીઓના હાથે વિધાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ સાથે જ પૂજ્ય સ્વામી ભાનુપ્રકાસજી એ શબ્દો રૂપી આશીર્વચન પાઠવ્યા હતા અને ભારત ના ભાવીઓ ને અનેરો રાહ ચીંધ્યો હતો અને વિધાર્થીઓ ઉતરોતર પ્રગતિ અને ભારત નું ઉજ્જવળ ભાવિ બને તે માટે પ્રેરણા આપી હતી.
7,8 Fisrt Floor, Indraprashth Complex, S.T. Cross Road, Porbandar
+91 9624011010
porbandarkhabar@gmail.com
© 2024 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software