પોરબંદર ગણેશભક્તિ માં લિન
સુદામા નગરી જાણે આ દિવસો માં શ્રી ગણેશ ને રીઝવવા માં લાગી ગય છે સૌ કોઈ ના મુખે બસ બાપ્પા નું નામ જ ગુંજી રહ્યું છે અને મન ભરી ને સૌ કોઈ બાપ્પા ની આરાધના માં લાગી ગયા છે પોરબંદર માં ગલી ગલી જાણે બાપ્પા ના ભક્તિ ના રંગે રંગાની છે અને બાપ્પા ની પ્રેમભાવ પૂર્વક સેવા કરી રહ્યા છે પોરબંદર ના સુદામા ચોક મામા કોઠા પાસે પણ શ્રી ગણેશ બિરાજ્યા છે ને ખુબ સુંદર રીતે સજાવટ અને શણગાર કરી અને સ્નેહ ભાવ સહીત બિરાજમાન છે
પોરબંદર માં વીજળી ના મુદ્દે કોંગ્રેસ નો વીજ તંત્ર ને કરન્ટ
પોરબંદર કોંગ્રેસ દ્વારા વીજ બીલ લૂંટ વિરૂદ્ધ જન આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસ નેતા અર્જુનભાઇ મોઢવાડિયાની આગેવાનીમાં કોંગ્રેસ કાર્યાલયથી પીજીવીસીએલ કચેરી સુધી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો અને લોકો જોડાયા હતા.
બરડા ની જમીન ને મળશે જળ
જમીન ને મળશે જળ. પાક થશે ઉજ્જવળ. મિયાની ,વડાના અને ભાવપરા ખેડૂતો માટે મેંઢાક્રીક ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે હાલ ચોમાસા નો પાછોતરો વરસાદ ખેંચાતા મગફળી સહીત ના પાકોને પિયત ની જરૂરિયાત ઉભી થઈ છે ત્યારે ત્યાંના આગેવાનો દ્વારા તેમજ ભાવપરા મિયાની અને વડાના ગામના તમામ ખેડૂત મિત્રો એ મળી ને ધારાસભ્ય બાબુભાઇ બોખીરીયા ને રજૂઆત કરી હતી
પોરબંદર માં ભક્તિ ની સાથે પ્રકૃતિ ની પ્રેરણા
ગણપતિ બાપ્પા ના આગમન ની હરખ અને ખુશી કૈક અનેરી જ હોય છે પરંતુ સાચા અર્થ માં બાપ્પા ની આરાધના એટલે કે તેમણે બનાવેલ આ શ્રુષ્ટિ અને પર્યાવરણ નું રક્ષણ અને જતન, ત્યારે સાચા અર્થ માં બાપ્પા ની આરાધના કરી અને છેલ્લા 21 વર્ષ થી માટી થી બનેલા ઈકો ફ્રેન્ડલી શ્રી ગણેશ થી સ્થાપના કરે છે
આગમી દિવસો માં વિધાન સભા ની ચૂંટણી આવી રહી છે ત્યારે દિલ્લી ના મુખ્યમન્ત્રી અને આમ આદમી પાર્ટી ના અધ્યક્ષ કેજરીવાલ સતત ગુજરાત ના પ્રવાસે આવી રહ્યા છે આજે શુક્રવારે દ્વારકામાં કેજરીવાલ ની એક સભા નું આયોજન કરવામાં આવ્યું છે તે પૂર્વે કેજરીવાલ ખાસ પ્લેન મારફત પોરબંદર એરપોર્ટ ઉપર આવ્યા હતા પોરબંદર આપ દ્વારા કેજરીવાલ ને મહેર જ્ઞાતિ ની પરમ્પરારગત પાઘડી પહેરાવી અને તેમજ સ્મૃતિ ભેટ તરીકે રેંટિયો આપી ને સ્વાગત કરવામાં આવ્યું હતું
પોરબંદરના આ સ્મશાન માં આ સુવિધાઓ છે દફનવિધિ
પોરબંદર માં અસ્માવતિઘાટ નજીક અનુસુચિતજાતિ સમાજ નું વર્ષો થી સ્મશાન આવેલું છે અને આ સ્મશાન ખાતે પાયાની સુવિધાઓ ની ઉપલબ્ધી કરવા પોરબંદર જિલ્લા અંનુસુચિત જાતિ સુપ્રીમ કાઉન્સિલ દ્વારા માંગ કરવામાં આવી હતી. આ સ્મશાન ખાતે મૃતકના અનેક સગા સબન્ધી અને અનેક લોકો આવતા હોય છે ત્યારે પીવાના પાણી ની પણ સુવિધા નથી
ગણપતિ બાપ્પા મોર્યા ના નાદ આજે પોરબંદર ની ગલી એ ગલી ગૂંજ્યા છે... આજ રોજ ગણેશજી આંગળે પધારી ને સૌ કોઈ ના હૈયે હરખ નો અવસર જામ્યો છે,પોરબંદર ના લોકો આ બાપ્પા ના વધામણાં કર્યા છે ત્યારે પોરબંદર મા દાયકાઓ પેહલા પ્રથમ વખત બાપ્પા બિરાજ્યા હતા તે સ્થળ એટલે માણેક ચોક. માણેકચોક ખાતે સૌપ્રથમ વાર ગણપતિ સ્થાપના વર્ષો પેહલા કરવામાં આવી હતી અને ત્યારબાદ પોરબંદર માં ગણેશ સ્થાપના નો શુભારંભ થયો હતો.
આધ્યાત્મિક અને સંસ્કૃતિના પ્રેરણા મૂર્તિ ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના જન્મ દિવસ પ્રસંગે વિશેષ અહેવાલ
કર્મ,ધર્મ અને માનવતાનો મર્મ સમજાવનાર એ ભગવદ્નિષ્ઠ કરુણાના સાગર પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના 31 ઓગસ્ટના રોજ 65 માં શુભ જન્મ દિવસ નિમિતે ધાર્મિક, આધ્યાત્મિક અને સાંસ્કૃતિક ચેતનાના જ્યોતિર્ધર પૂજ્ય ભાઈશ્રીને પોરબંદર ખબર હૃદયપૂર્વક વંદન કરે છે.
પોરબંદર NSUI નો મોંઘવારીના મુદ્દે કાળો જાદુ
આજ રોજ એન.એસ.યુ.આઈ દ્વારા મોંઘવારી ના વિરોધ માં અનોખું પ્રદર્શન સુદામા ચોક નજીક ચાર રસ્તે કરવામાં આવ્યું હતું. એન.એસ.યુ.આય ના સભ્યો એ કહ્યું કે વડાપ્રધાન મોદી થી જો મોંઘવારી હવે સીમા માં રહેતી ન હોય તો તાંત્રિક વિઘી થી મોંઘવારી ને વધતી અટકાવે તેવું નાટક કરી ને મોંઘવારી નો વિરોધ કર્યો હતો
7,8 Fisrt Floor, Indraprashth Complex, S.T. Cross Road, Porbandar
+91 9624011010
porbandarkhabar@gmail.com
© 2024 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software