પોરબંદરના દેવદૂતે સમર્થન બદલ આભાર વ્યક્ત કર્યો
પોરબંદરની ભાવસિહજી સરકારી હોસ્પિટલમાં કોરોનાકાળ દરમિયાન ડો. સિદ્ધાર્થસિંહ જાડેજા અને પ્રિતીબા જાડેજા સહિતના તબીબોએ દિવસ-રાત જોયા વીના અને પોતાના કે પોતાના પરિવારના જીવની પરવા કર્યા વીના કોરોનાના દર્દીઓની સારવાર કરી હતી અને અનેક લોકોના જીવ બચાવી ખરા અર્થમાં દેવદૂત બન્યા હતા. આ તબીબોના કોન્ટ્રાક્ટ રિન્યૂ કરવામાં નહીં આવતા શહેરભરમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો અને આ તબીબોના કોન્ટ્રાક્ટ તાત્કાલીક રિન્યૂ કરવાની માગ કરી હતી
પોરબંદર ના યુવા વર્ગ માં નેશનલ ગેમ નો કેવો છે જુસ્સો
જુડ઼ેગા ઇન્ડિયા તભી તો જીતેગા ઇન્ડિયા. આવા શ્રેષ્ઠ હેતુ થી ગુજરાત રાજ્ય રમત ગમત શેત્રે સફળતાનાં શિખરો હાસિલ કરે અને ગુજરાત ના રમત વીરો ની પ્રતિભા ને પણ બીજ માંથી કુંપણ ફૂટે તેમ રમત ગમે શેત્રે અનેરી સિદ્ધિ હાંસલ કરવાની તક માટે ખાસ નેશનલ ગેમ 2022 નું આગામી તારીખ 29 સપ્ટેમ્બર થી આયોજન થવા જય રહ્યું છે ત્યારે ગુજરાત સહીત પોરબંદર જિલ્લા ના રમતવીરો પણ તેનું પ્રદર્શન બતાવે અને રમત શેત્રે નામના મેડવે તેવા ઉમદા હેતુ થી આ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું
એ દિવસ અને દરિયા નો કિનારો હતો સાક્ષી જયારે આવ્યો કાળ અને એક યુવાન ની જીદંગી જગડા ના જંગ માં હોમાય ગય. ત્યારે આ ઘટના ની વિગત વાર વાત કરીયે તો જન્માષ્ટમી ના તહેવાર સમયે રતનપરના સ્મશાન પાસે કોહવાયેલી લાસ મળી આવી હતી જેમાં સનસનીખેજ ખુલાસો બહાર આવ્યો છે આ લાશ મળ્યા ની સાથે જ હાર્બર મરીન પોલિશ સ્ટેશન દ્વારા ઓળખ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.
આભ ના હેત થી ધરતી નો શણગાર
આ વર્ષે મેઘરાજા જાણે મહેરબાન થયા હોય અને સૌ કોઈ પર વરસાદ સંગ અમી વરસાવી હોય તેમ ચોમાસુ પાક માં ખુબ સારું એવું વાવેતર જોવા મળી રહ્યું છે. ખાસ કરી ને મગફળી અને કપાસ ના પાક ને આ વર્ષે મેઘરાજા ફળ્યા છે. વરસાદ ની સીઝન સરું થતાની સાથે જ પ્રથમ વરસાદે જ શુભ કંકુના મેઘરાજા એ કર્યા હતા.
પોરબંદરની ભાવસહજી સરકારી હોસ્પિટલમાં પાંચ તબીબ સહિત કુલ ર૮ જેટલા આરોગ્ય કર્મચારીઓના એગ્રીમેન્ટ રિન્યૂ કરવામાં નહી આવતા ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો. જો કે પાંચ તબીબ સિવાયના ર૩ જેટલા તબીબી સ્ટાફના એગ્રીમેન્ટ રિન્યૂ કરી દેવામાં આવ્યા હતા. પરંતુ પોરબંદરના દેવદૂત એવા ડો. સિદ્ધાર્થસહ જાડેજા સહિતના પાંચ તબીબોના એગ્રીમેન્ટ રિન્યૂ નહીં થતા આજે પોરબંદરની વિવિધ સામાજીક સંસ્થાઓ, રાજકીય પક્ષના આગેવાનો તેમજ રાજપૂત સમાજ દ્વારા આજે સિવિલ હોસ્પિટલના સિવિલ સર્જનને આવેદનપત્ર પાઠવી આક્રોશ સાથે રજૂઆત કરી હતી.
પોરબંદર ના પોરહીલા લોકો પેહલે થી જ દરેક શેત્રે અગ્રેસર રહ્યા છે ત્યારે રમત ગરબા ની હોય કે પછી મેરે થોન દોડ ની ગમત હોય, પણ પોરબંદર વાસીઓનો ઉત્સાહ કૈક આમ જ બમણો હોય છે. ત્યારે ખાસ પોરહીલ પોરબંદર વાસીઓ માટે શ્રી રામ સી સ્વિમિંગ ક્લબ ઓફ પોરબંદર દ્વારા તારીખ 13 નવેમ્બર - 2022 ના રોજ કોસ્ટલ હાફ મેરાથોન 2022 નું આયોજન કરવામાં આવી રહ્યું છે પોરબંદર શહેર રમત ગમત શેત્રે એક નવી જ પહેલ અને લોકો ની તંદુરસ્તી જળવાય સ્વસ્થ અને નિરોગી સ્વાસ્થ્ય માટે ખાસ આ આયોજન કરવામાં આવ્યું છે.
પોરબંદર જિલ્લાના કેવી છે મેઘ મહેર
પોરબંદર સહીત ગ્રામ્ય વિસ્તારો સતત ધીમી ધારે વરસાદ વર્ષી રહ્યો છે. ત્યારે ચોમાસુ પાક સહીત શિયાળુ પાક માં પણ આ વરસાદ ઉપયોગી બનશે તેવી આશા સિવાય રહી છે તો સાથે જ ખેડૂતો માં પણ ખુશી જોવા મળી છે તો અમુક ગ્રામ્ય વિસ્તારો ને એલર્ટ પણ કરવામાં આવ્યા છે ભારે વરસાદ ના પગલે વર્તુ ડેમ સહીત ના ડેમો ના દરવાજા પણ ખોલવામાં આવ્યા છે તો પોરબંદર માં પણ સતત મેઘરાજા ની સવારી વર્ષી રહી છે
પોરબંદર જીલ્લા માં વિકાસ કાર્યો નો વરસાદ
ગુજરાત ના મુખ્યમન્ત્રી ભુપેન્દ્ર પટેલ ની સરકાર ને આજ વર્ષ પૂર્ણ થયું છે ત્યાર આજ રોજ પોરબંદર માં વિશ્વાસ થી વિકાસ ના એક ખાસ તાલુકા કક્ષા ના કાર્યક્રમ નું આયોજન પોરબંદર બિરલા હોલ ખાતે કરવામાં આવ્યું હતું .... આ કાર્યક્રમ માં પોરબંદર ના ધારાસભ્ય બાબુભાઇ બોખીરીયા , પોરબંદર જીલ્લ્લા કલેકટર અશોક શર્મા તો સાથે જ શહેર અનેકે મહાનુભાવો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
પોરબંદર જીલ્લા નાં આઉટ સોર્સ કર્મચારીઓની શું છે વેદના
પોરબંદર સર્કલના તમામ આઉટસોર્સ એસ.એસ. ના કંપનીના કર્મચારીઓ દ્વારા આજ રોજ જિલ્લા કલેકટર અને નાયબ કલેકટર ને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું . ગુજરાત ઉર્જા વિકાસ નિગમ ના આઉટ સોર્સીંગ કંપનીના 66 કે.વી. સબ સ્ટેશન ના કર્મચારીઓ ને શોષણ અને અન્યાય થતો હોવાના આક્ષેપો ઉઠ્યા છે. ત્યારે તમામ કર્મચારીઓ એ આજ સાથે મળી અને કલેકટર કચેરી ખાતે કલેકટર ને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું
પોરબંદર ની ક્રિકેટ હોસ્ટેલ ને કેમ લાગ્યું કોરોના નું ગ્રહણ
પોરબંદર ના રાજવીઓએ ક્રિકેટ શેત્રે મહત્વની ભેટ આપી છે પોરબંદર શહેર મધ્યે આવેલ દુલીપ ક્રિકેટ ગ્રાઉન્ડ એ પણ પોરબંદર ના રાજવીઓની ભેટ છે રાજવી પરિવાર ના યોગદાન બાદ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા 1992 માં દુલીપ સ્કૂલ ઓફ ક્રિકેટ સ્પોર્ટ્સ હોસ્ટેલ શરૂ કરવામાં આવી હતી જેને નટવરસિંહજી ક્રિકેટ સ્કૂલ નામ આપવામાં આવ્યું હતું ગુજરાત માં એક માત્ર આ ક્રિકેટ હોસ્ટેલ આવેલ છે પરંતુ કોરોના કાળ ના બે વર્ષ થી આ હોસ્ટેલ બંધ કરી દેવામાં આવી છે. જેને કારણે પોરબંદર સહીત રાજ્યભર ના યુવા ક્રિકેટરો ની કારકિર્દી રૂંધાય છે
7,8 Fisrt Floor, Indraprashth Complex, S.T. Cross Road, Porbandar
+91 9624011010
porbandarkhabar@gmail.com
© 2024 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software