બરડા ડુંગર ની ગોદ માં શિક્ષક ની અનોખી સાધના
શિક્ષક એ દિપક છે જે સમાજ ને પ્રકાશિત કરી ને રાષ્ટ્ર ને તેજોમય બનાવે છે. અને તેનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડે છે રાણાવારા નેશ પ્રાથમિક શાળા ખાતે ફરજ બજાવતા કર્મયોગી શિક્ષક અશ્વિનભાઈ ભોઇ આ એ જળહળતો દિપક છે જેના કાર્ય એ સૌ કોઈ ને અનેરી સેવાકીય કાર્ય ની રોશની પ્રદાન કરી છે કહેવાય છે કે સરકારી સેવા જો સાધનામાં પરિમણે તો તેનું પરિણામ કંઈક અલગ જ હોય.. આજે વાત કરવી છે. પોરબંદરના એક એવા શિક્ષકની કે જેમણે પોરબંદરના બરડા ડુંગર વિસ્તારમાં રહેતા માલધારીઓના બાળકોના જીવનમાં ગુણાત્મક પરિવર્તન માટે સંકલ્પ લીધો છે.
રાણાવાવ ધન ની લાલચ માં થઈ હતી હત્યા
રાણાવાવમાં આજથી નવ માસ પૂર્વે વૃઘ્ધાની હત્યા કરી અને લૂંટ કરવામાં આવી હતી. આ બનાવનો ભેદ ઉકેલવામાં પેરોલ ફર્લો સ્કવોર્ડ તથા રાણાવાવ પોલીસને સફળતા મળી છે. આ બનાવને વૃઘ્ધાનાં કૌટુંબીક દેરાણીની સંડોવણી ખુલી છે. પોલીસે તેમની અટકાયત કરી છે.
પોરબદર ના ખાદી ભંડાર માં થયેલી રૂપિયા 92 હજાર ની ચોરી નો ભેદ ઉકેલવા માં પોલીસ ને સફળતા મળી છે અને એક શખ્સ ને રોકડ રકમ સાથે ઝડપી લીધી હતો આ ચોરી ના બનાવ માં શહેર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક. શ્રી રીના રાઠવાના માર્ગદર્શન હેઠળ કીર્તિમન્દીર પોલીસ સ્ટેશનનાં પોલીસ ઇન્સસ્પેક્ટર વી.પી.પરમાર તથા ડી-સ્ટાફ PSI એમ.બી.કારાવદરા તથા સિેલન્સ સ્ટાફના માણસો વિશ્વાસ પ્રોજેક્ટનાં સી.સી.ટી.વી. કેમેરાની મદદથી અજાણ્યા ચોર ઇસમની તપાસમાં હતા.
પોરબંદર ની મધ્યે આવેલ સત્યનારાયણ મન્દિર અનેકો ભક્તો નું શ્રદ્ધાનું ધામ રહ્યું છે અહીં ભજન કીર્તન અને સત્સંગ ના સૂર અવિરત વહેતા હોય છે અને ભગવાન સત્યનારાયણ ની સાક્ષી એ અહીં વૈષ્ણવો હરિ ના ગુણગાન ગાય છે પરંતુ છેલ્લા બે વર્ષ થી કોરોના ના પગલે મન્દીરો જાણે સૂના થઈ ગયા હતા
પોરબંદર જિલ્લા ના શ્રેષ્ઠ શિક્ષકો નું સન્માન
આજ નો દિવસ એટલે 5 સપ્ટેમ્બર.અને પ્રખર શિક્ષણવિદ ડો. સર્વપલ્લી રાધાક્રિષ્નની જન્મજંયતી ને આપડે સૌ કોઈ શિક્ષક દિન તરીકે ઉજવણી કરીયે છીએ .આ તકે પોરબંદર ના બિરલા હોલ ખાતે શ્રેષ્ઠ શિક્ષક સન્માન સમારોહ નું આયોજન કરવામાં આવ્યું હતું આ તકે અનેક શિક્ષકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા
પોરબંદર ની આશા વર્કર બહેનો ફરી આંદોલન ના માર્ગે
પોરબંદર આંગણવાડી ની બહેનો દ્વારા એકદિવસીય આંદોલન જાહેર કરી અને તેઓની માંગણી પુરી કરવા માટે રજૂઆત કરવામાં આવી છે . પોરબંદર કલેકટર કચેરી ખાતે આજ સૌ આંગણવાડી ની બહેનો પોહચી હતી અને તેમની રજુઆત ની જોગવાઈઓ કલેકટર સમક્ષ રજૂ કરી હતી.
પોરબંદર માં ક્યાં બિરાજે છે ગણેશજી રાજા સ્વરૂપે
સુદામા નગરી જાણે આ દિવસો માં શ્રી ગણેશ ને રીઝવવા માં લાગી ગય છે સૌ કોઈ ના મુખે બસ બાપ્પા નું નામ જ ગુંજી રહ્યું છે અને મન ભરી ને સૌ કોઈ બાપ્પા ની આરાધના માં લાગી ગયા છે પોરબંદર માં ગલી ગલી જાણે બાપ્પા ના ભક્તિ ના રંગે રંગાની છે અને બાપ્પા ની પ્રેમભાવ પૂર્વક સેવા કરી રહ્યા છે
પોરબંદર આજે ક્યાં કરશો ગણેશ વિસર્જન
પોરબંદર માં ગણેશઉત્સવ ની ભક્તિભાવ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે હવે પાંચ માં દિવસે એટલે રવિવારે ગણેશ વિસર્જન કરવામાં આવશે વિસર્જન માટે પાલિકા દ્વારા ચાર સ્થળો એ વ્યવસ્થા કરી છે
પોરબંદર માં ગણેશ ચતુર્થી ના દિવસે અસ્થાભેર ગણેશજી ની મૂર્તિ ની સ્થાપના કરી હતી પાંચ દિવસ સુધી ભક્તિભાવ સાથે ગણેશજી ની પૂજા-અર્ચના કરવામાં આવી તેમજ લાડુ નો ભોગ ધરવામાં આવ્યો હતો
પોરબંદર માં સરકારી કર્મચારી નો આંદોલન શૂર
જૂની પેન્સન યોજના મુદ્દે વિરોધ ના ઢોલ ઢબૂકી રહ્યા છે પોરબંદર જિલ્લાના ગુજરાત રાજય સંયુકત કર્મચારી મોરચો અને ગુજરાત રાજય કર્મચારી મહામંડળ દ્વારા રેલી અને આવેદનનાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું
આગામી દિવસોમાં જયારે વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. તેવા સમયે સરકારી કર્મચારીઓમાં નારાજગીનો સુર ઉઠયો છે.. પોરબંદર સહિત રાજયભરમાં આજે જુની પેન્શન યોજનાના મુદ્દે સરકારી કર્મચારીઓ દ્ગારા રેલી અને આવેદનનાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. પોરબંદર જિલ્લામાં પણ રાજય સંયુકત કર્મચારી મોરચાનાં નેજા હેઠળ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું
© 2025 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software