પોરબંદર ની ક્રિકેટ હોસ્ટેલ ને કેમ લાગ્યું કોરોના નું ગ્રહણ
પોરબંદર ના રાજવીઓએ ક્રિકેટ શેત્રે મહત્વની ભેટ આપી છે પોરબંદર શહેર મધ્યે આવેલ દુલીપ ક્રિકેટ ગ્રાઉન્ડ એ પણ પોરબંદર ના રાજવીઓની ભેટ છે રાજવી પરિવાર ના યોગદાન બાદ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા 1992 માં દુલીપ સ્કૂલ ઓફ ક્રિકેટ સ્પોર્ટ્સ હોસ્ટેલ શરૂ કરવામાં આવી હતી જેને નટવરસિંહજી ક્રિકેટ સ્કૂલ નામ આપવામાં આવ્યું હતું ગુજરાત માં એક માત્ર આ ક્રિકેટ હોસ્ટેલ આવેલ છે પરંતુ કોરોના કાળ ના બે વર્ષ થી આ હોસ્ટેલ બંધ કરી દેવામાં આવી છે. જેને કારણે પોરબંદર સહીત રાજ્યભર ના યુવા ક્રિકેટરો ની કારકિર્દી રૂંધાય છે
ઉપરવાસ માં ભારે વરસાદ ના પગલે પાણી ભરપૂર આવક થઈ રહી છે. એક બાજુ દરિયાઈ હવામન ની સ્થિતિ કથળી રહી છે તો બીજી બાજુ આસમાન માં થી પણ આફત વરસી રહી હોય તેમ ઉપરવાસ ના ભારે વરસાદ ને કારણે પોરબંદર ના બરડા પંથક માં આવેલ વર્તુ નદી માં પાણી છોડવામાં આવ્યું છે. પાણી ની ભારે માત્રા માં આવક ના પરિણામે પોરબંદર ખંભાળિયા હાઇવે પર સોઢાણા નજીક આવેલ વર્તુ નદી ના ડાયવરજન ઉપર પાણી ફરી વળતા વાહન વ્યવહાર હાલ ઠપ્પ થયો છે એક બાજુ ભારે વરસાદ ના પગલે ઉપરવાસ માંથી વર્તુ 2 ડેમ માં પાણી ની સતત આવક થતા પાણી છોડવામાં આવી રહ્યું છે
પોરબંદર માં આરોગ્ય વિભાગના અણ ઘટ વહીવટ
લોકો ને આરોગ્ય ની ઉત્તમ સવલત મળી રહે તે માટે સરકાર દ્વારા આયુષમાન કાર્ડ ની યોજના અમલ માં મૂકી છે આ યોજના નો અનેક લોકો લાભ લે છે અનેક સંસ્થાઓ દ્વારા વહીવટી તંત્ર સહયોગ થી આયુષમાન કાર્ડ ના કેમ્પ નું આયોજન કરવામાં આવે છે.પરંતુ પોરબંદર માં આરોગ્ય વિભાગ દ્વારા 10 થી 13 સપ્ટેમ્બર સુધી આયુષમાન કાર્ડ ના કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું છે. આરોગ્ય વિભાગે પૂર્વ આયોજન વિના જ આ કેમ્પ નું આયોજન કરતા લોકો મુશ્કેલી માં મુકાયા હતા.
હવામાન વિભાગ ની આગાહી ને પગલે દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે ત્યારે ફિશિંગ વિભાગ દ્વારા માછીમારો ને વોટ્સએપ પરિપત્ર દ્વારા જાણ કરી અને દરિયો ન ખેડવા સૂચના આપી છે તારીખ 10 સમ્પ્ટેમ્બર થી લય 13 સપ્ટેબર સુધી દરિયો ન ખેડવા સૂચન કર્યું છે અને દરિયામાં રહેલ બોટો ને પરત બોલાવાવની પણ સૂચના આપી દેવામાં આવી છે આ સાથે જ ટોકન ઇસ્યુ પણ બંધ કરવામાં આવ્યા છે જેથી બોટો 13 સપ્ટેમ્બર સુધી દરિયો નહીં ખેડે તેવું જાહેર કરવામાં આવ્યું છે
ભોમીયાવદર ગામે ગુમ થયેલ મહિલા અને તેમની સગીરવય ની બંને દીકરીઓને ગણતરીના દિવસો માં બગવદર પોલિશ એ શોધી કાઢી છે. બનાવ ની જો વિગત વાર વાત કરીયે તો તારીખ 7 સપ્ટેમ્બર ના રોજ ભીમિયાવદર ગામે થી દેવીબેન અરશી ઓડેદરા અને તેમની બન્ને પુત્રી દિવ્યા અરશી ઓડેદરા અને ધ્રુવી અરશી ઓડેદરા સાથે ઘરે થી કોઈ ને કહ્યા વગર જ નીકળી ગયેલ હતા
હાલ હવામાન વિભાગ દ્વારા આગાહી ના પગલે દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે તેવા સમયે માધવપુર ના રળિયામણા દરિયા કિનારે દુર્ઘટના સર્જાય હતી. અમદાવાદ ના બે યુવાનો ના ડૂબી જવાથી મોત થતા ભારે અરેરાટી વ્યાપી ગય હતી.
આજે સમગ્ર રાજ્ય માં મોંઘવારી બેરોજગારી અને ભ્રષ્ટાચાર ના મુદ્દે કોંગ્રેસ દ્વારા બંધ નું એલાન આપવામાં અવાયું હતું પોરબંદર માં અડધો દિવસ બંધ ના એલાન ને સફળતા મળી હોવાનું કોંગ્રેસ ના આગેવનો એ જણાવ્યું હતું .હાલ પ્રજા મોંઘવારી થી પીડાય રહી છે.
એક તરફ સરકાર શિક્ષણ ને પ્રોત્સાહન આપવાની વાતો કરે છે તો બીજી તરફ પોરબંદર સહીત રાજ્યભર ની કેટલીક સરકારી શાળા ઓ માં શિક્ષકો ની ઘટ જોવા મળી રહીં છે આ જગ્યા પૂરવા માટે સરકારે પ્રવાસી શિક્ષકો ની નિમણુંક કરી છે.
પોરબંદર ની રૂપાળી બા લેડી સરકારી હોસ્પિટલ ખાતે કાયમી ગાયનેક ન હોવાને કારણે અનેક મુશ્કેલી દર્દીઓ ને પડી રહી હતી ત્યારે રજુઆત બાદ લેડીઃ હોસ્પિટલ ખાતે ગાયનેક ની જગ્યા પર ઉદયપુર ખાતે સરકારી હોસ્પિટલ માં ફરઝ બજાવતા ગાયનેક ડો જાનકી કાનાણી ને ફરઝ પર મુકવામાં આવ્યા છે
એક તરફ સરકાર શિક્ષણ ને પ્રોત્સાહન આપવાની વાતો કરે છે તો બીજી તરફ પોરબંદર સહીત રાજ્યભર ની કેટલીક સરકારી શાળા ઓ માં શિક્ષકો ની ઘટ જોવા મળી રહીં છે આ જગ્યા પૂરવા માટે સરકારે પ્રવાસી શિક્ષકો ની નિમણુંક કરી છે, પરંતુ આ પ્રવાસી શિક્ષકો ના પગાર ના ફાંફા જોવા મળી રહ્યા છે પોરબંદર જિલ્લા ની સરકારી પ્રાથમિક શાળા માં ફરજ બજાવતા 111 શિક્ષકો ને છેલ્લા ત્રણ માસ થી પગાર ચુકવવામાં આવ્યો નથી તેમજ માધ્યમિક અને ઉચ્ચતરમાધ્યમિક શાળા માં ફરજ બજાવતા 50 જેટલા શિક્ષકો ની પણ આ જ હાલત જોવા મળી રહી છે આ પ્રવાસી શિક્ષકો ને તાસ મુજબ વેતન ચુકવવામાં આવે તેવી માંગ ઉઠી છે.
© 2025 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software