પોરબંદરમા ચૈત્ર નવારાત્રીમા બોલે છે ગરબાની રમઝટ
હાલ ચૈત્ર નવરાત્રી ચાલી રહી છે ત્યારે માઇ ભકતો દ્વારા માતાજીની
પૂજા, અર્ચના અને આરાધના કરવામાં આવી રહી છે. પોરબંદરમાં ખારવા
સમાજ દ્વારા ચૈત્ર નવરાત્રીની ભકિતભાવ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે
જેમાં ખારવા સમાજ દ્વારા ગોર માવડીની આસ્થાભેર સ્થાપના કરવામાં આવે
છે. અને અમાસથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થઇ જાય છે. ચૈત્ર સુદ ચોથ સુધી
આ નવરાત્રીની ઉજવણી કરવામાં આવે છે જેમાં ચૈત્ર સુદ ત્રીજ સુધી આ
ઉજવણી કરવામાં આવે છે અને ચૈત્ર સુદ ચોથના દિવસે ગોર માવડીનુ
પૌરાણીક કેદાર કુંડમાં વિસર્જન કરવામાં આવે છે. આ ચૈત્રી નવરાત્રી દરમ્યાન
ખારવા સમાજની બહેનો દ્વારા રાત્રીના સમયે ગરબે રમી અને માતાજીની
આરાધના કરવામાં આવે છે.
કિંદરખેડા ગામમા ચાર યુવાનોની અર્થિ ઉઠતા આશ્રુનો દરીયો
પોરબંદર નજીકના ત્રણમાઈલ નજીક ગઈકાલે શુક્રવારે બપોરના સમયે ખાનગીબસ અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમા કિંદરખેડા ગામના ચાર યુવાન ના મોત થતા ભારે ગમગીની છાવાઈ ગઈ હતી આજે શનિવારે સવારે ચાર યુવાનની અર્થી ઉઠતા ગામ હીંબકે ચડયુ હતુ ગામમા શોકનુ મોજુ ફરી વળ્યુ હતુ
પોરબંદર નજીક ગમખ્વાર અકસ્માત જુઓ ઘટના સ્થળે થી લાઈવ
પોરબંદર નજીક અકસ્માત
કાર અને બસ વચ્ચે અકસ્માત
બે લોકોના મોત અને પાંચ ઘાયલ
અન્ય બે લોકોને ગંભીર ઇજા
મૃતક કીદરખેડા ગામના
રાણાવડવાળા મા શિવકથાની કેવી છે તૈયારી જુઓ વિડીયો
પોરબંદર જિલ્લાનાં રાણા વડવાળા ખાતે પુ.ગીરીબાપુનાં મુખે શિવકથાનું ભવ્ય અને દિવ્ય આયોજન કરવામાં આવ્યું છે રામ નવમીનાં દિવસથી એટલેે કે ૩૦ માર્ચથી શિવકથાનો પ્રારંભ થશે. તેમની તડામાર તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. પપ વીઘા જમીન ઉપર શિવકથાનું આયોજન કરવામાં આવ્યું છે. હજારોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ કથાનું શ્રવણ કરવા માટે ઉમટી પડશે આ શ્રધ્ધાળુઓ માટે પ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
પોરબંદર એસટી વિભાગ સાથે કોણ કરી છેતરપીડી
સોશીયલ મીડીયાનાં જમાનામાં ઓનલાઈન છેતરપીંડીનાં કેસ સામાન્ય બની ગયા છે. સામાન્ય લોકોને છેતરવાને સાથે-સાથે હવે સરકારી વિભાગોમાં પણ ઓનલાઈન છેતરપીંડી કરવામાં આવી રહી હોય તેમ પોરબંદરનાં એસ.ટી.વિભાગ સાથે દાહોદનાં બે શખ્સોએ કેન્સલ ટીકીટનાં રીફંડની દોઢ લાખની રકમ ઓળવી ગયા હતાં. દશ માસ પુર્વે બનેલી ઘટનાની ફરીયાદ નોંધાઈ છે.
પોરબંદરમાં મહિલાઓ કેમ બની રણચંડી
પોરબંદરમાં મહિલાઓ રણચંડી બની
બોખીરા વિસ્તારની જનકપુરી સોસાયટીમાં સમસ્યા
રસ્તાનું ખોદકામ એ આફત સર્જી
બિસમાર રસ્તા અને પાણીની સમસ્યા
રસ્તો બંધ કરી સુત્રોચ્ચારો કર્યા
પોરબંદર જીલ્લામા ચૈત્રમા અષાઢે કયા વરસ્યો વરસાદ
પોરબંદર સહિત રાજ્યભરમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. તેવા સમયે ગુરૂવારે પોરબંદરમાં અષાઢી માહોલ જાેવા મળ્યો હતો. ભારે પવન શરૂ થયો હતો અને જિલ્લાનાં કેટલાંક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. જેને પગલે ખેડુતોનાં ચહેરા ઉપર ચિંતાનાં વાદળો ઘેરાયા હતા.
આ વર્ષે ભગવાન શ્રીકૃષ્ણ પરણીને કેમ જશે દ્વારિકા
માધવપુરમાં ભગવાન શ્રીકૃષ્ણ અને રૂક્ષ્મણીજીનાં વિવાહ ઉત્સવની ભવ્ય રીતે કરવામાં આવે છે. પ્રતિવર્ષ ચૈત્ર માસમાં તેરસનાં દિવસે ભગવાન શ્રીકૃષ્ણ અને રૂક્ષ્મણીજીનાં વિવાહ ઉત્સવની ઉજવણી મધુવન જંગલમાં આવેલા ચોરીમાયરા ખાતે કરવામાં આવે છે. ભગવાન ચૌદશનાં દિવસે પરણી અને ફરી માધવરાય નીજ મંદિરે પહોંચે છે અને આ સમયે માધવપુરમાં ગુલાલની છોડો ઉડે છે.પરંતુ આ વર્ષે સરકારે ભગવાનનાં લગ્ન ઉત્સવનાં પ્રસંગને દ્વારીકા સાથે જાેડવાનો પ્રયાસ કર્યો છે. માધવપુર અને દ્વારકા આ બંન્ને ધર્મસ્થાનો ભગવાનનાં લગ્નોત્સવને લઈને જાેડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે જેમાં આ વર્ષે ભગવાન શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીજીનાં વિવાહ ઉત્સવ બાદ તેમની પ્રતિકૃતી અને વેશભુષા સાથેની એક યાત્રા માધવપુરથી દ્વારીકા જશે જ્યાં દ્વારકાધીશ મંદિર ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવશે. આ પ્રસંગને લઈને પણ તંત્ર દ્વારા દ્વારીકામાં તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
પોરબંદરમાં ફાયરિંગ કરનાર શખ્સ બે હથિયાર સાથે ઝડપાયો
પોરબંદર શહેરમા ગત તા.૧૩ માર્ચનાં રોજ ધોળે દિવસે ફાયરીંગની ધટના બનતા શહેરભરમા ભારે ચર્ચા જાેવા મળી હતી બોખીરા વિસ્તારમા રહેતા પંજાબી શખ્સોને ડુકકર પકડવાના કોન્ટ્રાકટને લઈ માથાકુકટ ચાલતી જેને લઈ અને એક પ્રૈાઢ ઉપર ચાર રાઉન્ડ ફાયરીગ કરવામા આવ્યુ હતું આ બનાવમાં કુલ ચાર જેટલા આરોપીનાં નામ ખુલ્યા હતાં તે પૈકીનાં એક મુખ્ય આરોપીને ઝડપી લેવામાં એલસીબી અને પેરોલફર્લો સ્કોર્ડને સફળતા મળી છે અને આ શખ્સ પાસેથી પોલીસે બે હથીયાર અને જીવતા કાર્ટીસ કબ્જે કર્યા છે.
પોરબંદર છ કલાક મા કેટલા રોટલા તૈયાર થયા જુઓ વિડીયો
પોરબંદરમાં સમયગૃપની સેવા સરાહનીય છે.પરમહંશો, પશુ-પંખીઓ અનેજરૂરીયાતમંદ પરિવારના બાળકો માટે સમયાંતરે સેવાકાર્યો કરવામાં આવે છે.ખાસ કરીને શ્વાન માટે સમયાંતરે રોટલા બનાવવામાં આવે છે અને તે પણ ધીઅને ગોળવાળા રવિવારે ૧,૩૧૩જેટલા રોટલા બનાવવામાં આવ્યા હતા.તે શહેરના વિવિધ વિસ્તારોમા ફરી અને શ્વાન અને ગાયોને ખવડાવામા આવ્યા હતા પોરબંદર શહેરમાં અનેક સેવાભાવી સંસ્થાઓ દ્વારા પશુપંખીઓ માટે અનેકવિધસેવાકાર્યો કરવામાં આવે છે. શહેરના વિવિધ વિસ્તારોમાં ફરતા શ્વાન ભુખ્યા નરહે તે માટે સેવાભાવીઓ અને સેવાભાવી સંસ્થાઓ દ્વારા દુધ, બિસ્કીટ અને રોટલા ખવડાવવામાં આવે છે.
© 2025 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software