પોરબંદર શહેરમા મટન માર્કેટનો મુદો ચર્ચામા છે આ વ્યવસાય સાથે જાેડાયેલા ધંધાર્થીઓને એનઓસી લેવા પાલીકા એ આદેશ કર્યો છે આ મુદે ધંધાર્થીઓ સમય આપવા માંગ કરી છે.
પોરબંદર શહેરના વોર્ડનં ૭ મા ભવાના ડેરીની સામેથી સુભાષનગર તરફ જતા રસ્તો તેમજ લાકડાના પાલા વિસ્તારોના રસ્તાનુ તાજેતરમા જ નવિનકરણ કરવામા આવ્યુ હતુ તેમા મસમોટ ગાબડા પડી ગયા છે જેને કારણે રાહદારીઓ અને વાહનચાલકોનુે ભારે મુશ્કેલી પડી રહી છે.આ રસ્તાનુ સમારકામ કરવા આ વિસ્તારના સુધરાઈ સભ્ય ફારૂકભાઈ સુર્યાએ પોરબંદર-છાયા નગરપાલીકાના ચીફ ઓફીસરને રજુઆત કરી હતી
પોરબંદર શહેરમાં ટ્રાફીકની સમસ્યા વિકરાળ બનતી જાય છે જેને કારણે અકસ્માતની ઘટનાઓ પણ અવાર-નવાર બને છે. તેવા સમયે એક સ્કુલ રીક્ષા પલ્ટી મારી ગયાનો વિડીયો સોશ્યલ મીડીયા ઉપર ફરી રહ્યો છે. આ અકસ્માતમાં એક વિદ્યાર્થીને ઈજા પહોંચી હોવાનું પણ કહેવાઈ છે.
ગાંધી જન્મભુમિને કારણે સમગ્ર વિશ્વભરમાં પ્રખ્યાત પોરબંદરનાં વિકાસની મોટી મોટી વાતો થઈ રહી છે. ત્યારે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનાં જન્મસ્થળ અને સ્મારક કિર્તી મંદિરનાં ગેઈટ નજીક જ આવેલા સિમેન્ટ રોડમાં ખાડા પડી ગયા છે. છતાં સ્થાનિક તંત્ર અજાણ હોય તેમ આ રસ્તાનું સમારકામ કરવામાં આવતું નથી.
પોરબંદર ના દ્વારકા હાઇવે ઉપર અકસ્માત નો ભય
ત્રણ માઈલ નજીક ઓવરબ્રિજ માંથી રોંગ સાઈડ માં વાહનો દોડે છે
અવારનવાર સર્જાય છે અકસ્માત
તંત્ર રસ્તો વનવે ક્યારે કરશે
પોરબંદર શહેર અને જીલ્લામા જુદી-જુદી વિદ્યાશાખામા ગ્રેજયુએશનમા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને આવી મહત્વની પરીક્ષામા કોઈ મુઝવણ કે સમસ્યા ન આવે તેવા આશયથી ડો વિ આર ગોઢાણીયા એન્જીનીયરીંગ કોલેજના કોમન મેનેજમેન્ટ એડમીશન ટેસ્ટ-ર૦ર૩ પરીક્ષાનુ સંપૂર્ણ કોમ્પ્યુટર આધારીત ઓનલાઈન આયોજન કરવામા આવ્યુ હતુ
પોરબંદર શહેરને તસ્કરો ધમરોળી રહયા હોય તેમ ચોરીના નાના મોટા બનાવો અવારનવાર બનતા રહે છે ત્યારે રવિવારની રાત્રીના ચોરીનો વધુ એક બનાવ સામે આવ્યો છે પોરબંદરની જુની કોર્ટ નજીક જનસેવા કેન્દ્રની સામે આવેલી ઈલેકટ્્્રો નીકસની દુકાનમા તસ્કરો ખાબકયા હતા
રાણાવાવના આદિત્યાણા ગામે રહેતા એક વૃધ્ધાના કાનમાંથી સોનાના બે વેઢલાની લૂંટની ઘટના બની હતી. જાે કે રાણાવાવ પોલીસે ગણતરીની જ કલાકોમાં આરોપીને ઝડપી લઈ અને મુદ્દામાલ કબ્જે કર્યો હતો. રાણાવાવના આદિત્યાણા ગામે રહેતા લાખીબેન જેતામલભાઈ ડાભી નામના વૃદ્ધા રસ્તે જઈ રહ્યા હતા એ દરમિયાન એક શખ્સે આ વૃૃદ્ધાના કાનમાંથી સોનાના વેઢલા નં.રની લૂંટ ચલાવી હતી.
પોરબંદરના આંગણે ભાઈશ્રી રમેશભાઈ ઓઝાની કથાનું ભવ્ય અને દિવ્ય આયોજન કરવામાં આવ્યંુ છે. ઈન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સિલ દ્વારા ૧રથી ૧૯ માર્ચ દરમિયાન શ્રીમદ્ ભાગવત સપ્તાહનું આયોજન સમુદ્રની સમીપ આવેલા ચોપાટી મેદાન ખાતે કરવામાં આવ્યું છે
પોરબંદરમા બીપીએલી કાર્ડ ઉપર નાણાં ધીરવાનો ગોરખ ધંધો
પોરબંદરમા સોનાના ઘરેણા અને મિલ્કત નહીં ગરીબોના બીપીએલ કાર્ડ ગીરવે મુકી અને નાણાં વ્યાજે આપવાનો ગોરખ ધંધો ચાલી રહયો છે તેવી ચોકાવનારી વિગત સામે આવતા ભારે ચર્ચા જાેવા મળી રહી છે પોરબંદરમા વ્યાજખોર સામે પોલીસ મેદાને પડી છે જુનાગઢ રેન્જ આઈજીપી મયંકસિંહ ચાવડાની ઉપસ્થિતમા લોકદરબારનુ આયોજન કરવામા આવ્યુ હતુ જેમા વ્યાજખોરની ત્રાસને લઈ અને અનેક રજુઆત કરી હતી જેમા પોરબંદર ના જાણીતા મહીલા તબીબ ડો. ચેતનાબેન તિવારીએ એવી ચોકવાનારી હકિકત પોલીસ સમક્ષ રજુઆત કરી હતી જરૂરીયાતમંદ પરિવારની મહીલાઓને માત્ર બે થી ત્રણ હજાર જેવી મામાલી રકમ માટે વ્યાજખોર પાસે બીએલકાર્ડ ગીરવે મુકે છે
© 2026 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software